દુબઇમાં આવું હશે દુનિયાનું પહેલુ ફ્લોટિંગ વિલા

0
486

ફોટો તમને કોઇ 2ડી કે 3ડી ફિલ્મનો લાગી શકે છે. પરંતુ હાલમાં આ દુનિયાનું પહેલું લક્ઝરી હોમ છે જે દુબઇમાં બનવા જઇ રહ્યું છે. આલિશાન અને ભવ્ય ફ્લોટિંગ વિલા દુબઇની એક કંપની બનાવવા જઇ રહી છે. જેને પાણીની અંદર બેડરૂમ હશે, તેમાં ત્રણ લક્ઝરી ફ્લોર પણ હશે. તેને એક જગ્યાએથી અન્ય જગ્યાએ મૂવ કરી શકાશે અને સાથે પ્રાઇવસીની ઇચ્છા રાખનારા ધનિક લોકો તેનો ઉપયોગ કરી શકશે, ક્લેનડેસ્ટ ગ્રુપ નામની કંપનીએ આવા 42 વિલા બનાવવાની પરમિશન હાલમાં મેળવી લીધી છે. વર્લ્ડ આઇલેન્ડ પ્રોજેક્ટની સાથે તેમાં અરપિયન ગલ્ફમાં એક પ્લોટ હશે.

ઘરની બહાર એક બીચ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં બેસીને તમે ઘરને અને સમુદ્રને પણ જોઇ શકો છો. આ વિચાર પહેલી વાર માર્ચ મહિનામાં દુબઇ ઇન્ટરનેશનલ બોટ શોમાં આવ્યો અને સાથે પ્રોજેક્ટને મંજૂરી આ અઠવાડિયે મળી. કંપનીનો દાવો છે કે ફ્લોટિંગ લક્ઝુરિયસ વિલાની જાહેરાતની સાથે કતર, સઉદી અરબ અને સ્વેડન તથા પોર્ટુગલ જેવા દેશો તેને ખરીદવામાં રસ ધરાવશે.