૨૦૦૭ નો પ્રથમ આઈફોન ન માની શકાય એવી કિંમતે હરાજીમાં વેચાયો

0
477

તાજેતરની એક હરાજીમાં LCG ઓક્શન્સ નામની કંપનીએ $50,000 USDના અગાઉના રેકોર્ડને તોડીને, 63,356.40 યુએસડીમાં તદ્દન નવો અને ક્યારેય પણ ન ખોલેલા ફર્સ્ટ જનરેશન એપલ આઇફોનનું વેચાણ કર્યું હતું. ન્યુ જર્સી સ્થિત કોસ્મેટિક ટેટૂ આર્ટિસ્ટ કેરેન ગ્રીન નામની મહીલાએ આ મોબાઈલ ફોન ને હરાજી માટે મુક્યો હતો, જે 2 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને ફેબ્રુઆરી 19ના રોજ સમાપ્ત થઈ હતી. કેરેન ને આ આઈફોન ભેટ મળ્યો હતો, ફેરેન ગ્રીનએ ક્યારેય તેનો ઉપયોગ કર્યો ન હતો કારણ કે તે ફોન સાથે જે ઓપરેટરનો કોંટ્રાક્ટ હતો એ કેરેનના માન્ય ન હતો અને તે કરાર સાથે સંમત નહોતી. જેના કારણૅ આ ફોન તેમની પાસે પડી રહ્યો હતો અને વર્ષો વિત્યા બાદ અંતે એક ઓકશન કંપનીની વેબસાઈટ પર વેચવા મુક્યો હતો, જે એણે તેના કોસ્મેટિક ટેટૂના વ્યવસાય માટે નાણાં એકત્ર કરવા કરી શકાય એ આશયથી મુક્યો હતો અને તે માતે તેણે LCG ઓક્શન્સ કૉલ કર્યો અને એમની વેબસાઈટ પર હરાજીમાં મુક્યો.

2007 માં સ્ટીવ જોબ્સ દ્વારા અનાવરણ કરાયેલ પ્રથમ Apple iPhone, 3.5-ઇંચની સ્ક્રીન, 2-મેગાપિક્સેલ કેમેરા અને 4GB અથવા 8GB ના મેમરી વિકલ્પો ધરાવે છે. શરૂઆતમાં તેની કિંમત $599 USD હતી. ઓક્શનની વેબસાઈટ પર આઇટમના વર્ણનમાં જણાવાયું છે કે “પ્રથમ જનરેશનનો આ iPhoneમાં 4/8 GB સ્ટોરેજ, ક્રાંતિકારી ટચસ્ક્રીન, 2-મેગાપિક્સેલ કેમેરા અને વેબ બ્રાઉઝર છે.”

આઇકોનિક બોક્સ પર સ્ક્રીન પર 12 આઇકોન સાથે આઇફોનના બોક્સનું આખો ફોટો મુકીને વેબસાઈટા પર પ્રદર્શિત કરવામાં આવ્યું હતો. આ એજ પ્રોડ્ક્ટ્સ હતી જેણે સ્માર્ટફોન માર્કેટને હંમેશ માટે બદલી નાખ્યું હતુ અને આવતાની સાથે જ એપલની સૌથી આકર્ષક પ્રોડક્ટ બની ગઈ હતી, અને એજ વર્ષ એટલે કે 2007નો ટાઇમ મેગેઝિન ઇન્વેન્શન ઑફ ધ યર એવોર્ડ પણ જીતી લીધો હતો.

આ ડીલ પર થી એક સત્ય વાક્ય જે હંમેશા સત્ય પડ્યુ છે એને ફરી યાદ કરી લઈએ.. “સંગ્રાહકો અને રોકાણકારો બંનેને એકસરખી જ કમાણી થાય છે જે ખરેખર નોંધપાત્ર છે.”