જિપ્સીનો વિસામો: ડૉ. ભુપેન હઝારીકા

0
499

ગુવાહાટીમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં ગાયક તન્મયતાથી ગાઇ રહ્યા હતા. વરસતા વરસાદમાં શ્રોતાઓ એટલી જ તન્મયતાથી સાંભળી રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થવાની જાહેરાત કરવા કાર્યક્રમના સંચાલક સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની પાસે ‘ફક્ત એક ખાસ ગીતની ફરમાએશ આવી. સંચાલકે સહિ જોઇ, ચિઠ્ઠી મોકલનાર તરફ જોયું, માનથી ગરદન હલાવી અને તરત ગાયક પાસે ગયા. વિનંતિ રજુ થઇ અને ગાયકે આસામીયામાં ગીત ગાયું, ‘મોઇ એતી જાજાબોર..’

ગાયક હતા ડૉ. ભુપેન હઝારીકા. ફરમાયેશ મોકનાર હતા ભારતના તે સમયના પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીજી. વાહ તે ગાયક અને વાહ તેમના ચાહક!

જિપ્સી ભુપેનદાને અંજલિ આપવા માટે લેખ લખવા બેઠા અને તેમના મિત્ર શ્રી. ગજાનન રાવલે તેમને બિરેન કોઠારીએ તેમના પોતાના બ્લૉગમાં લખેલ લેખ તરફ ધ્યાન દોર્યું. બિરેનભાઇનો લેખ અપ્રતિમ ચિત્રફલક જેવો છે અને તેમાં ભુપેન’દાને અપાયેલ અંજલિ એવી તો પરિપૂર્ણ છે, જિપ્સી તેમાં કશું ઉમેરી શકે તેમ નથી. તેથી તે બિરેનભાઇનાબ્લૉગની મુલાકાત લેવા આપને ખાસ વિનંતિ કરે છે.

અને અંતમાં અટલજીની વિનંતિથી ભુપેનદા’એ ગાયેલ ગીત – હું એક યાયાવર – જિપ્સી છું, ‘મોઇ એતી જાજાબોર‘ સાંભળીશું. બિરેનભાઇના બ્લૉગમાં “આમિ એક જાજાબોર’ છે તે મૂળ અસમીયા ગીતનું બંગાળી ભાષાંતર છે


Article submitted by Mr Narendra Phansey

An old soldier, occasional writer (“Bai” and “Jipsini Diary” in Gujarati and “Full Circle” in English) and blogger. Have more than eighty good teachers, each one a year of my life, which have given me valuable experiences and lessons; two great beacons of life – my parents who have lit the path of my life; four great companions – my consort, daughter, son and grandson; numerous friends who have been loyal and courage-givers in stressful times. This blog is a homage to all these wonderful pillars of my strength.