સંબંધો નું પૃથ્થકરણ – 3

0
574

માણસ માત્ર અને માત્ર સંબંધોના આધારે જીવે છે. સંબંધો દરેકના જીવનમાં એક મહત્વની ભૂમિકા બજાવતા હોય છે. બાલ્યાવસ્થામાં મા-બાપ પર અવલંબિત હોય છે.  મા-બાપ જ તેની માટે સર્વસ્વ હોય છે.  પછી જેમ જેમ મોટા થાય છે મિત્રો સાથે વધુ સમય પસાર કરવો ગમે છે. પછી પ્રોફેશનલ લાઈફમાં કેટલાંક નવા મિત્રો બને છે. પછી લગ્ન થાય છે. અને દુનિયા થોડીક બદલાઇ જાય છે. પણ એ માત્ર સંબંધોના આધારે જીવતો હોય છે.

હવે જેને આધારે જીવે છે તેમાં જ કોન્ફ્લિક્ટ પણ થાય છે. હવે આ બધું થોડું વિરોધાભાસી લાગે છે. વિચારી જો જો. કોન્ફ્લિક્ટ નું મૂળ કારણ આપણું સીમિત વિઝન છે. અને કોઇની પણ સાથે કોન્ફ્લિક્ટ થવી એ આપણી નબળાઇ છે. અને આ નબળાઇને કારણે આપણે આપણું , સામાનું તેમ જ સમાજનું પણ નુકસાન કરીએ છીએ.

કોન્ફ્લિક્ટ એ કોઇ વાત નું નિરાકરણ નથી જ. આપણાં જ ‘માઇન્ડ સેટ’ માં રહીને ડિલીંગ કરવાથી કોન્ફ્લિક્ટ થતી હોય છે. અને આ બહું જ કોમન છે. પણ જો આપણા માટે આપણાં સંબંધો મહત્વના હોય તો આ બાબત પર ધ્યાન આપવું પણ બહું જ મહત્વનું બની જાય છે. દરેક વ્યક્તિએ પોતાનું વિઝન કેળવવાની જરૂર છે. વિઝન કેળવવાથી વ્યક્તિનું પોતાનો વ્યક્તિગત વિકાસ તો થાય જ છે પણ સાથે સાથે તેને બીજી વ્યક્તિઓ સાથે ના ડીલિંગમાં પણ ખૂબ ખૂબ સમતા રહે છે.

———————————————————————————————————————–

નયના જોષી, અબુધાબી