અપેક્ષા

0
470

મોટા પર્વત સર કરવા માટે એક નાની ડગલી માંડવાની શરુઆત કરવી પડે છે. નીચે તળેટીની માંથી દેખાતી પર્વત ની ટોચ નોકીલી લાગતી હોય છે. ખુદ માં રહેલો આત્મવિશ્વાસ નો સંચાર અને માર્ગ માં અધવચ્ચે આવેલી અડચણો પાર પાડ્યા પછી ટોચ ઊપર થી દેખાતા આહ્લલાદ્દ્ક દ્રશ્યો ની રોમાંચક્તા, સુંદર નજારો અને સફળતા નો અહેસાસ નડેલા અડચણો ને ભૂલાવી દે છે.

હું અત્યારે કદાચ આવુ જ કશુક અનુભવી રહી છું . જિંદગી નો પ્રથમ અનુભવ છે કે હાથ માં કાગળ અને કલમ લઇને કંઈક લખવાનો પ્રયાસ કરી રહી છું. પરંતુ આત્મવિશ્વાસ કહે છે કે આ સફર ખૂબ લાંબી ચાલશે. અને કંઈક કરી ચૂક્યા નો સંતોષ આપશે. આ માટે “Gujarati in Dubai” નો આભાર માનીએ એટલો ઓછો. સાત સમંદર ની પેલે પાર ભેગા થયા છીયે તેની પાછળ નો હેતુ આ online magazine ને ફાળે જાય છે જેણે અમારા જેવા ઉત્સાહિત લોકો ને આગળ વધવાની તક આપી છે. હું અહી “relationship -સંબંધ” વિષય ઉપર મારો મત રજુ કરીશ. જાણતા – અજાણતા મારા થી કોઈ પણ વ્યક્તિ ની લાગણી દુભાય તો હુ અંતરમન થી માફી માંગુ છુ. બે વ્યક્તિ ના મત અલગ હોઇ શકે પણ તેનાથી મન અલગ ના થાય તે આશા સાથે શરૂઆત કરીશ.

સંબંધ ની જોડણી જો છુટી પાડીએ તો કહી શકાય કે સમ +બંધ. મતલબ કે સમોવડિઆ કે સમ વિચારધારા ધરાવતી વ્યક્તિ સાથેનું બંધન એટલે સંબંધ. જે આપમેળે બંધાય છે. લાગણી ના અરસપરસ ના આદાનપ્રદાન અને મન ના મનમેળ સાથેના તાલમેલ ને સંબંધ કહી શકાય. જે વ્યક્તિ આપણી સાથે લોહી ના સગપણ થી બંધાઈ છે તેને આપણે સગા કહી શકીએ. સગા મા મનમેળ ના હોય એવુ બની શકે પરંતુ જ્યારે એક વાર દિલ થી સંબંધ બંધાઈ જાય ત્યારે તે ઘણીવાર સગા કરતા પણ વિશેષ સાબિત થાય છે. સંબંધ એક નિસ્વાર્થ પ્રેમ લાગણી નો સેતુ છે. જેમા બંને બાજુ ની વ્યક્તિ કઈ પણ વસ્તુ કે વળતર ની અપેક્ષા રાખ્યા વગર પોતાની ફરજ સ્વીકારી ને કાર્ય કરતી હોય છે.

મારા આજના આ વિષય ની શરૂઆત હું રાધા -કૃષ્ણ ના સંવાદ થી કરીશ કે જે બહુ પ્રચલિત છે. એક દિવસ રાધાજી એ શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે “ પ્યાર નો અસલી મતલબ શું છે ? શ્રી કૃષ્ણ જી એ જવાબ આપ્યો કે “ જ્યા મતલબ હોય છે ત્યાં પ્યાર જ ક્યાં હોય છે?”  ખૂબજ સરળ અને સચોટ અર્થ છે કે સંબંધ મા કંઈક મેળવાની અને આપ્યા પછી તેના વળતર ની અપેક્ષા હોય તો તે સંબંધ ની દોર કાચી છે. રાધાજી જાણતા હતા કે તેઓ શ્રી કૃષ્ણ જી ને પામી શકવાના નથી પરંતુ નિસ્વાર્થ પ્રેમ ને કારણે આપણે રાધાજી નુ નામ શ્રી કૃષ્ણ જી ની પહેલા બોલીયે છીયે. કંઈક વળતર “અપેક્ષા“જ માનવી ને સ્વાર્થી બનાવી દે છે. આપણો સ્વભાવ છે કે આપણે માની લઈ એ છે કે હું આપુ છું તે મને પાછું મળવુ જોઇયે અને જો ના મળે તો આપણે સામી વ્યક્તિ ને દોષી ગણીયે છીયે કે તેને સંબંધ રાખતા નથી આવડતુ. હકીકત મા દોષી આપણે જ છીયે કે આપણે વળતર ની અપેક્ષા રાખી છે.

વિલિયમ શેક્સપિયરે કહયું છે કે “expectation is the root of all heartbreak. I always feel happy because I don’t expect.” અપેક્ષા જ નિરાશા અને હતાશા નુ મૂળ છે. જો ધારેલી અપેક્ષા પ્રમાણે નુ વળતર ના મળે તો માનસિક અસંતુલિતતા નો શિકાર બને છે. વળતર ની આશા રાખ્યા વગર પછી જો કઈ મળે તેની ખુશી સંબંધ ને વધારે મજબૂત કરે છે. આપણે એવુ વિચારીએ કે મારા કાર્ય ની તેને કદર થવી જ જોઇયે કારણકે હું તે પ્રમાણે કરુ છું. જો ના થાય તો આપણે બીજી વાર એ કાર્ય કરતા અટકી જઇએ છીએ.

એક ઊદાહરણ લઈ એ તો જો પત્નિ બિમાર પડે અને આશા રાખે કે તેનો પતિ તેની એજ રીતે સેવા ચાકરી કરે જે રીતે તે તેના પતિ ની કરે છે. જો તે આશા રાખે કે તેનો પતિ તેને સમયસર દવા આપે, તેને સમયસર ખાવા પીવાનું પૂછે. તે તેની એવી જ દેખરેખ રા ખે જેવી તેની સહેલી નો પતિ તેની સહેલી ની કરે છે. પરંતુ જ્યારે તેનો પતિ ખુદ જ બિમાર હોય ત્યારે પોતાની દવા જાતે ના લેતો હોય ત્યાં બીજાની દવા યાદ ના આવે તે સ્વભાવિક છે. જો કદાચ તે એવુ કહે કે આજે જમવાનું બહાર થી મંગાવી લેજે અથવા તો ડૉક્ટર પાસે જઈ આવજે તે તેની લાગણી વ્યક્ત કરવાનો એક પ્રકાર જ છે પરંતુ જ્યારે પત્નિ ની અપેક્ષા પ્રમાણે નુ વર્તન નથી થતુ ત્યારે તે અન્ય ના પતિ ની સાથે સરખામણી કરવા લાગે છે જેનાથી પારિવારિક અશાંતિ ઉદભવે છે.

જો કોઈ પ્રેમિકા તેના પ્રેમી ને કહે કે “હે પ્રિય મને બહુ ઠંડી લાગે છે. તે અપેક્ષા રાખે છે કે તેનો પ્રેમી તેને ગળે વળગાડી ને હૂંફ આપે પરંતુ જ્યારે તેને જવાબ મળે કે તારે શાલ કે સ્વેટર લઈ ને આવવું જોઈતું હતુ તે સમયે પ્રેમિકા ને ઠંડી મા પણ માથા ઉપર બરફ રાખવાની નોબત આવે છે અને નકારાત્મક વિચારો ચાલુ થઈ જાય છે ગીતા જી માં શ્રી કૃષ્ણ જી એ કહયું છે કે “અપના કર્મ કિયે જા ફલ કી ચિંતા મત કર.” ફરજ સમજી ને જે કાર્ય થાય છે તેમા વળતર ની અપેક્ષા હોતી નથી. આજકાલ તો જમાનો ઘણો બદલાઇ ગયો છે. પરંતુ હજી પણ રૂઢિચુસ્ત સાસુ અને પુત્રવધુ ના અણબનાવ ના મહત્વ નુ કારણ અપેક્ષા જ હોય છે. સાસુ ની માન્યતા હોય છે કે અમે અમારા વખત માં અમારી સાસુ ને આમ કરતા હતા તો મારી પુત્રવધુ પણ આમ જ કરે. હું આટલુ કામ કરતી તો મારી પુત્રવધુ પણ તે રીતે જ કરે. જ્યારે પુત્રવધુ તે કામ માં ખરી ના ઉતરે ત્યારે ક્લેશ થાય છે.

આપણે આપણી અપેક્ષા બદલી શકીશું નહી કે સામેની વ્યક્તિ ને. આમ કરવાથી ઘણા સબંધો સુધારી શકાય છે. અપેક્ષા એ ફક્ત આપણે ધારેલી માનસિક અવસ્થા છે નહિ કે હકીકત. જ્યારે આપણી ધારણા વિરુદ્ધ નુ વળતર મળે ત્યારે નકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે આજ અપેક્ષા જો આપણે આપણી જાત પ્રત્યે રાખીયે તો તે ચોક્કસ આપણા કાર્ય ને સફલ ગતિ મા લઈ જાય છે. અપેક્ષા નો બીજો અર્થ આશા પણ લઈ શકાય.

H – Have

O- Only

P -Positive

E- Expectation

પોતની જાત ઉપર હકારાત્મક અભિગમ રાખી ખુદ ના કાર્ય ઉપર વધુ વળતર ની અપેક્ષા ગઈકાલ કરતા આજ વધુ સારી બતાવશે. જો આપણે આપણો અભિગમ એ રાખીયે કે હું તને ચાહું છું કોઈ કારણ વગર, કોઈ સ્થળ વગર, કોઈ સમય વગર, કોઈ શરત વગર, કોઈ ખુશી વગર, કોઈ દુઃખ વગર… આ અભિગમ પછી નો નિરપેક્ષ આનંદ રોમાંચક હોય છે.આપણી ખૂબજ જૂની કહેવત છે “પારકી આશ સદા નિરાશ “ બીજા ઉપર રાખેલી નિશ્ફળ આશા, નિરાશા અને હતાશા લાવી શકે છે. “Expectation leads disappointment” સરખામણી અને અપેક્ષા ની જો જીવન માથી બાદબાકી થાય તો જીવન માં ખુશી નો સરવાળો થાય છે અને સબંધ મા ગુણાકાર. કોઇપણ વ્યક્તિ સાથે ની ખૂબ જ નજીક ની આત્મીયતા અપેક્ષા મા વધારો કરે છે. જો તે પુરી ના થાય તો મન માં કડવાશ પેદા થાય છે.

મહાન લેખક ચાર્લસ ડિકન્સ ના પુસ્તક “Great Expectation” ના નાયક પીપ ને એબેલ મેગ્વીચ પાસેથી સહાયતા અને સાથ મળે છે જેની પીપે કોઈ અપેક્ષા નહોતી રાખી પીપ ને મિસ હેવિશામ પાસેથી અપેક્ષા હતી પરંતુ તે પુરી ના થઈ અને નિરાશા થી સંબંધ કાચી માટી નો સાબિત થાય છે. લેખક એજ કહે છે કે સફળ જીવન ની ચાવી તમારા હાથ માં જ છે.

મિત્રો.. તમે મારી પાસે થી હજી પણ વધારે સારી મહિતી ની અપેક્ષા રાખી હશે. હું જરૂર થી પુરી કરવા ની કોશિશ કરીશ. મેં પણ ખુદ મારી જાત પાસે વધુ સારી રીતે મહિતી પ્રસ્તુત કરવાની આશા રાખી છે તેનો પ્રયાસ કાયમ જ રહેશે.   Never say “I wish” but start saying “ I will”????????

Written by Aarti Soni