બેબી સીટિંગ એક પડકાર

0
787


૨૦૦૦ રૂમ રેન્ટ, ૩૦૦ લઈટ બિલ, ૧૦૦ સાલિક, ૬૦૦ ગ્રોસરી, ૧૫૦૦ ઘરે મોકલવાના છે..!! આવખતે મારા પગાર માંથી ૨૦૦૦ બચ્યા અને તારો આખો પગાર બેંક માં જ રેવા દેજે સારો ભાવ આવશે ત્યારે ઇન્ડિયા મોકલશું, અરે..! આવતા મહિના થી બેબી સીટિંગ ના થશે ૧૦૦૦ 🙁 ખર્ચો સાલો વધતો જ જાય છે.

આમ ક્યારેય હરખ અને ક્યારેક નિસાસા ઓકી રહેલા યુગલ ની વાતો મારા રૂમમાં પણ સંભળાતી હતી, જેમાં પૈસા ને મહત્વ આપનાર ભાવ સિવાય બીજો કોઈ ભાવ ન હતો, આ યુગલ નું બાળક ૨ વર્ષ નું થવા જય રહ્યું હતું જેને “માં” બોલવાની શરૂઆત હાજી કરીજ હશે, અને “પિતા” તરીકે પણ કોઈ વ્યક્તિ એક્ઝિસ્ટ છે એવો ખ્યાલ સ્વીકારવા ની શરૂઆત કરીજ હોવી જોઈએ..! અને તેને એક નવી “વ્યવસ્થા” કેટલું યોગ્ય છે? અહીં મહત્વ પૈસા નું છે, જવાબદારી નું કે પછી બાળક નું, તે નક્કી તો માતા પિતા એ જ કરવું રહ્યું પરંતુ મારા પોતાના વિચાર ને રજુ કરતા કહું તો..

મેં લોકો ને સાંભળ્યા છે, “પૈસો બાળક થી વિશેષ નથી”,  “બાળક ની જવાબદારી છે માટે આ નહિ કરી શકીયે”, “અમારા બાળક થી મહત્વ નું બીજું કઈજ નથી” આ ત્રણ રોજિંદા ઘૂંટાતા ઉચ્ચ વિચારો નો તાલ-મેલ આપણી માનસિકતા સાથે બંધ બેસતો છે? માતા-પિતા નું બાળક વિષે નું પગલું ક્યારેય અયોગ્ય નહીંજ હોઈ, પણ શું આપણે ભરેલા પગલાં ને વર્તમાન કે ભવિષ્ય સાથે સરખાવ્યું? એના પરિણામો અને બાળક ના મેન્ટલ લેવલ ની જાણ લીધી? (માફ કરજો અહીં પ્રશ્નો ઘણા છે). બૌદ્ધિક વ્યક્તિ ની માટે બાળક ને બેબી સીટિંગ વ્યવસ્થા સાથે જોડી એક પગાર ને બચાવી લેવો ઘણો ફળ દાયી રહ્યો પરંતુ……

હું બેબી સીટિંગ વ્યસ્થા વિરોધી નથી પરંતુ “બાળક ને ઈશ્વર નું રૂપ” સમજનાર આપણેજ છીએ અને “ઈશ્વર ભાવ નો ભૂખ્યો છે” આ વાત ને અવાર નવાર સાબિત કરતા ડિબેટ માં ઉતારનારા પણ આપણેજ છીએ, શું બેબી સીટિંગ ની વ્યવસ્થા ચલાવનાર “તમારા” બાળક ના ભાવ ને સમજવા સક્ષમ હશે? શું “આપણે” આપણા સિવાય બીજા કોઈ ના બાળક ના ભાવો ને સમજવા સક્ષમ છીએ? “સમય અને સંજોગ એમ કહે છે કે આપણી ઉત્તમ મા ઉત્તમ વસ્તુ અન્ય ના હાથમા તો પારકી જ છે…!” જયારે બાળક તો એક જવાબદારી છે, અને જવાબદારીઓ પ્રત્યે આપણે પણ ક્યારેક બેદરકાર બનીયે છીએ, તો બેબી સીટિંગ વ્યવસ્થા તેના સાથે કેવી રીતે ન્યાય કરશે? “મિત્ર ને ઘરમાં પાર્ક કરેલી કાર અથવા મોટરસાયકલ ની ચાવી આપ્યા બાદ જમવું નથી ભાવતું અહીં તો “બાળક અને પૈસા” બંને એક સાથે આપવા નું જીગર ક્યાંથી મળી ગયું?”

હું એક પિતા તરીકે જવાબદારી પૂર્વક કહું છું “જીવન નો ઉત્તમ અવસર બાળ ઉછેર અને ક્યારેય ન આવનાર સમય આપણે આ વ્યસ્થા ને સોંપી દીધા છે, બાળક ની કાકલુદી અને લીલાઓ આપણા થી અળગી કરી બાળક ની આંતરિક વ્યથા ને વધારનાર આપણેજ છીએ, જીવનમાં બનતા નવા “સંબંધ” નો સ્વીકાર કરવા જયારે આપણે અસમર્થ છીએ, ત્યારે અબોલ બાળક હૂંફ રહિત, ભાવ રહિત, પ્રતિઉત્તર રહિત પડકાર રૂપ “વ્યવસ્થા” ને કેવી રીતે સ્વીકારી શકશે..!! અને સાંજે ઘરે પરત ફરેલ બાળક નહિ, જે મળે છે તે “પ્રશ્નાર્થ ચિન્હ છે”  અને આપણ ને “પ્રશ્નો” ટાળવા ની આદત છે માણવા નહીં.

——————————————————————————-
આભાર સાથે,
કૃણાલ ગઢવી.