સંબંધો નું પૃથ્થકરણ – 2

0
410

મિત્રો આપણે ગઇ વખતે મા-બાપ ને છોકરાઓ નાં વ્યવહાર નું સંક્ષિપ્ત માં પ્રુથ્થકરણ કર્યું.   દુન્યવી દ્રષ્ટિ થી લાગે કે આવું તે કંઇ હોઇ શકે? પણ જો આપણે આંતરિક શાંતિ ઝંખતા હોઇએ તો આપણે જ શરૂઆત કરવી પડે અને તે પણ બીજાને માટે નહીં પણ આપણા પોતાને માટે.  હવે આમાં આપણા વિઝન માં એવું હોવું જોઇએ કે મારે તો બધાને અનુકૂળ થઇ ને રહેવું છે. અને હા સાથે સાથે મારી વાત પણ રજુ તો કરવી જ છે. અને એને માટે આપણે બનતા બધાં જ પ્રયત્નો પણ કરી છૂટવા છે.  અને તે છતાં જો સામેવાળો ન જ માનતો હોય તો એને ગાળા-ગાળી કરીએ ગમે તેમ બોલીએ, તો એનાથી કંઇ થોડી પરિસ્થિત આપણા ફેવર માં આવશે? ઉલટું પરિણામો બધારે બગડશે. અને એની અસર આપણાં સંબંધો પર પણ પડશે.

આમાં આપણું જ નુકસાન થાય છે બધી રીતે, વ્યવહારમાં પણ અને આંતરિક રીતે પણ.  તો આમાં આપણે શું કરવું જોઇએ? આપણે પ્રયત્નો બધાં કરવાના પણ બન્ને પરિણામો માટે તૈયાર રહેવું જોઇએ મનથી એટલે કે જો આપણી વાત માને તો તો બહું જ સરસ પણ જો ના માને તો પણ એને સ્વીકારી લેવું જોઇએ કે હમણા નથી માનતા તો પછી કહીને જોઇશું પર દરેક વખતે તૈયારી રાખવી પડે બન્ને પ્રકારના પરિણામ માટે.  આમ કરવાથી આપણે ને જ શાંતિ રહે છે. પ્રયોગ કરી જોજો. પણ આની માટે આપણી જાત ને તૈયાર કરવી બહું જ જરૂરી છે.  અને હા, એક વખત જો ફેઇલ જઇએ તો બીજી વખત પ્રયત્ન કરવો.  બીજી વખત પણ ફેઇલ થાય તો ત્રીજી વખત પણ હતાશ થઇ ને મૂકી ન દેવું.  હંમેશા પોઝિટીવ રહેવું.

નયના જોષી – અબુધાબી.