સ્તબ્ધ (એક નવી શરૂઆત) Part 4

0
425

મારા અને સોફી મેડમ ના સંબંધ ની જરૂરિયાતે એક નવીજ જીવન શૈલી ને જન્મ આપેલો, પરિવારનો સમય હવે બનાવટી ક્લાઈન્ટ સાથે ની મિટિંગમાં પસાર થઇ રહ્યો હતો, બચેલો સમય WASH -ROOM ની અંદર, શાબ્દિક અને વૈચારિક નિકટતાએ સોફી મેડમ ને સોફી બનાવી દીધી હતી આ સંબંધ ને શારીરિક જરૂરિયાત ન હતી અને પ્રેમ.! પ્રેમ ની તો બિલકુલ નહિ, અમારા સંબંધમાં પ્રેમ ન હોવાની ખાતરી અમે બંને એ સ્વીકારી હતી, સોફી પોતાની એકલતા ને સંતોષવા માટે એક યોગ્ય પાત્ર પામી ચુકી હતી અને સંધ્યા ની નકારાત્મકતા અને શાષકીય સ્વભાવ થી દૂર જઈ મારા અહમ અને શાષકીય વલણ દાખવવા ની વૃત્તિએ યોગ્ય પાત્ર ની શોધ પુરી કરી હતી, સંધ્યા પ્રત્યે મારા પ્રેમ માં અનિયમિત તા ની ચરમ સીમા આવી હતી, OTP મોકલવા નું તો બંધ જ હતું પરંતુ શારીરિક અંતર પણ હવે સંબંધમાં વર્તાઈ રહ્યું હતું.

(જયારે પ્રેમ ના out-put ને પ્રમાણ માં in -put નથી મળતું ત્યારે જન્મનારી પરિસ્થિતિ આવી ઉભી હતી)

સંધ્યા ના વર્તનમાં બદલાવ હતો, મારા પ્રત્યે એનો પ્રેમ ક્યારેક ખારો, તીખો, અને ક્યારેક ફિક્કો પડતો દેખાણો, ડીશ તો રોજ મારા પસંદની જ બનતી પણ સ્વાદ જેમ મેં કહ્યું તેમ હતો, અને હું દોશી હતો એ ક્યાંક બહાર ન આવે એ વાત ને ધ્યાન માં રાખી સંધ્યા ના દરેક સ્વાદ ને સ્વીકારી લેતો થયો.

બીજી તરફ સોફીનો હસબન્ડ બિઝનેસ ટ્રીપ થી રીટર્ન થયો હતો, અમે એક બીજા ને યોગ્ય સમય આપવા અસમર્થ હતા, ૐ ને સ્કૂલ મુકવા અને લેવા જવા માટે હું નિયમિત બન્યો, છતાં સોફી સાથે થતી coffee corner મિટિંગ ને સંકટકાળ ઘેરી વાળ્યો હતો, sms અને ફોન કોલ પણ ઓછા થવા ને અરે હતા.

(વધતું જતું અંતર બે વ્યક્તિ ને માનસિક રીતે હંમેશા નજીક લાવે..!)

આ સમય ને હું અને સોફી બંને જાણી ગયા હતા, અમે હવે યોગ્ય સમય ની રાહ જોવા ની ધીરજ ખોઈ બેઠા હતા, મેં ૐ ને સ્કૂલ ડ્રોપ કરતી વખતેજ સોફી ને સ્કૂલ થી વેહલા નીકળવા ઈશારો કરી દીધો હતો એણે પણ સહમતી દાખવી હતી, આપેલા સમય થી ઘણો વહેલો હું સોફી ની રાહે હતો અને અમે અમારો અંગત સમય ગાળવા માટે હોટેલ થી ઉત્તમ કોઈ ઠેકાણું ના લાગ્યું, અમે દૂર high way સ્તિથ હોટેલ પર પોહ્ચ્યા રૂમ માટે લગતા વળગતા કાગળો આપ્યા રૂમ ની ચાવી લઇ મેં સોફી ને રૂમમાં જવા કહ્યું અને હું તેના માટે લાવેલ gift કાર માં લેવા ગયો, પરત ફરતા રૂમ નો દરવાજો અધખુલ્લો જોઈ હું પ્રવેશી ગયો, સોફી રૂમમાં ન દેખાતા મેં રૂમ નંબર re – confirm કર્યો, હૈયા ને હચમચાવનાર, અને વ્યાકુળતા થી વિશેષ બીજું કઈ ન આપનાર એક ભયંકર અને દર્દ થી છલોછલ ચીસે મને wash-room તરફ ખેંચ્યો.

એ ખુલ્લી આંખો, ફેલાયેલ બંને હાથ સાથે ટબ મા ઢળેલ સોફી ને પ્રાણ મુક્ત થતી જોતા, હું એક એવી સ્તબ્ધતા ને પામ્યો જેણે મારી સમક્ષ મારા સંપૂર્ણ ભવિષ્ય ની છબી તૈયાર કરી ને મૂકી દીધી.. ૐ નું અંધકારમાં ધકાયેલ ભવિષ્ય અને સંધ્યા ની વ્યથા અવસ્થા માટે પૂર્ણ જવાબદાર મારી જાતને મેં સમયાતીત પશ્ચાતાપ માટે ચો તરફ ફક્ત અંધકાર યુક્ત ક્ષણોમાં પામી……….

અલ્પક્ષણિકત્વરિત પરંતુ અંતર આત્મા ને જાગૃત કરી સ્વની પુરી સમજણ આપનાર “સ્તબ્ધતા” બાદ એકા એક વધી ગયેલા મારા ધબકારા અને પરસેવાથી તરબતર શરીર સાથે મારી આંખ ખુલી અને મેં મને ઘર ની પથારી પર પામ્યો અને સંધ્યા ની મારા પર ઠરેલી નજરે મને વાચા મુક્ત બનાવ્યો…… “સ્તબ્ધ સમય અને સ્તબ્ધ હું”  સ્વપ્ન ના સાક્ષી બન્યા અને “જે મળ્યું છે તે આપણા માટે સર્વોત્તમ છે” માટે તેને સંપૂર્ણ જાગૃતતા સાથે સ્વીકારી જીવન ની એક નવી શરૂઆત માટે ના વચને બંધાઈ ગયા…!!

સંધ્યા જેમ મેં વર્ણવી તેમ તરતજ લાસ્ટ બોડી ચેકઅપ ના રિપોર્ટ ખંખોળ તી થઇ અને મને કોઈ હૃદય રોગ નથી તે વાત માટે ચોક્કસ બની.

____________________________

“ઘણી બધી ખામીઓ થી ભરપૂર વ્યક્તિ પ્રત્યે કોઈ નિર્ણય પર પહોંચવું સરળ છે પરંતુ એક ખામી ધરાવતી વ્યક્તિ પ્રત્યે કોઈ નિર્ણય પર પહોંચવું સૌથી અઘરું છે“, “સ્તબ્ધ” કરી એક નવા જીવન ને જન્મ આપનાર કહાની સાથે ફરી મળીશું..!! કહી દર્શન દેવ એ પોતાના સેમિનારનું સમાપન કર્યું.