મારી ઉમર ૩૧ વર્ષ છે હું મારા આયુષ્યને નથી જાણતો માટે મારી શાશ્વત કલ્પનામાં જન્મ લેનાર મારા પર–પૌત્ર ની વાતો ને છાનો–મનો અને ચકિત કાન કરી સાંભળી રહ્યો છું.
મારો પર–પૌત્ર એ કહ્યું તમે આવ્યા હોત તો ખુબ સારું હતું તમને ખુબ માજા અવત, મેં કહ્યું “બેટા મારુ મેડિકલ પાસ ન થયું ને! અહીં તમને બધા ને લાગશે વિમાનમાં જવા માટે “મેડિકલ” ચેકઅપ કરાવું પડતું હશે? ના! અહીં મારો પર–પૌત્ર ૬–ડે ૫ નાઈટ નું પેકેજ લઈને ચંદ્ર પર ગયો હતો અને “એક ગાહડો શરદી” લઇ ને આવ્યો સાથે સાથે selfie પણ બતાવી ચશ્મા પેર્યા છે છતાં સ્પષ્ટ નથી દેખાતું ઉમર ની સાથે સાથે આંખો પણ ગઈ જેવું તેવું દેખાણું એમાં પણ ઓ‘લી “ડોશી અને બકરી” જેવું કાઈ નો દેખાણું.
મેં પૂછ્યું ઓ‘લા “નીલ આર્મ સ્ટ્રોંગ” ના પગ ના નિશાન અને અમેરિકન ફ્લેગ ના સ્મારક જોયા? આશ્ચર્ય સાથે વળતો જવાબ મળ્યો “whats that ?” વગર આશ્ચર્યે મેં પણ નક્કી કરી લીધું “વાસ્કો દ ગામા” પણ હવે ક્યાં યાદ રહ્યો હતો કે “નીલ આર્મ સ્ટ્રોંગ” યાદ હોય, વળી મારા સ્વભાવ અને કડવા અનુભવ ને યાદ કરતા પૂછ્યું “ઓવર લગેજ” તો નોતું થ્યું ને? (મને અબુધાબી એરપોર્ટ પર ઓવર લગેજ ના ૫૦૦ AED હજી ખટકતાતા) જવાબ મળ્યો લગેજ તો ક્યાં હતુજ? બાપુજી, ત્યાં તો કવર–ઓલ પહેરવા ના હોય એ પણ સ્પેસ શિપ વળાજ આપે. ઈ સાંભળતાજ મને અમારી શિપમાં કવર–ઓલ પેરી ને ૫૦ ડિગ્રીમાં મથતો મારો માનીતો માનવેશ કુમાર દેખાણો, મેં થોડું ખોચરા ભાભા ની જેમ મૂછોમાં હસવા નું ચાલુ કર્યું અને મનમાં કહ્યું તમે ભલે ચંદ્ર પર જઈ આવ્યા હોય પણ દુનિયાની સૌથી મોટી પેલી બિલ્ડીંગ બનાવનાર દેશમાં(દુબઇ) હું પણ રહેલો છું.
દુબઇ નામ આવતા મને filli યાદ આવ્યું અને મેં પૂછી લીધું “moon” પર “filli” ની ફ્રેંચાઈઝી અપાઈ ગઈ છે? (મને હાજી સુધી નથી મળી) છોકરાવ ને શું ખબર ઈ ઝાફરાન ચા ની માજા, ઈ તો ક્યે બાપુજી “filli” ત્યાં ન હોય, વળી મેં થોડા ગર્વ સાથે પૂછ્યું “starbucks” તો ચોક્કસ હશે? આગળ હું કઈ ન પૂછું ઈ વાત ને ધ્યાનમાં રાખી સચોટ કહ્યું “there is...
રાજા જનક ની સભામાં અષ્ટાવક્રજી દ્વારા બોલાયેલ એક વાક્યમાં સમગ્ર જીવન નો સાર સમાવિષ્ઠ છે.
“જ્ઞાન સ્વયંમાં છે“
છે તો ફક્ત ત્રણ શબ્દ, પરંતુ વિશાલ જીવન યાત્રા ને સૂક્ષ્મ બનાવી દીધી છે ફક્ત આ વાક્ય પૂરું થતા ની સાથે.
આધુનિક સમયે આપણો ગુરુ ગૂગલ છે, આપણો ઈશ્વર પૈસો અને આપણી કમાણી સત્તા છે, આ ત્રણ મિથ્યા જીવન ની વચ્ચે ફક્ત આપણી ઈચ્છા રમે છે અને “સ્વ” પ્રતીક્ષામાં છે જેને મનુષ્ય જાતી મૃત્યુ ના અમુક ક્ષણો પેહલા મળે છે, એક પરંપરા બંધાઈ છે કે મુક્ત (મૃત્યુ) બને તે જીવન! ખરેખર મુક્ત શ્વાસો થાય છે, જીવન તો એક એવી સુવાસ છે જે અનન્ય વર્ષો સુધી ફેલાયેલી રહે છે અને બીજા ને પણ સુગંધિત કરી શકે છે જો મનુષ્ય “સ્વયં” ને ઓળખી શકે.
“સ્વયં” ની ઓળખ એક સિદ્ધિ છે, એક અવસ્થા છે જ્યાં માણસ અકર્તા બની જાય છે, બસ પછી શું? ઘટાતી જાય એ ઘટના, અને થતા આવે એ કર્મો, એક “સ્વયં” ની ઓળખ માણસ ને ઈચ્છા, અપેક્ષા, ક્રોધ અને અભિમાન જેવા શત્રુઓ થી દૂર કરી શકે છે, “સ્વયં” ની ઓળખ ઈશ્વર વિષે ના મનન, અને ચેતના દ્વારા થતા ચિંતન સીવાય શક્ય નથી, “સ્વ” માં શ્રદ્ધા છે, “સ્વ” માં હકારાત્મકતા છે, “સ્વ” થી બહાર જે છે એ સમાધાન છે અને સમાધાનો થી પરિસ્થિતિઓ ટકે છે જીવન નહીં
———————————————————————————————-
કૃણાલ ગઢવી – (ચેતના ને વંદન)
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ભારતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક, જે આગામી વર્ષમાં અબુ ધાબીમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે તૈયાર છે. નવું કેમ્પસ...