ગ્રીન ટી પીવાના ફાયદા

0
1140

Benifits of drinking Green Teaઆપણી સામાન્ય ચા કરતા ગ્રીન ટી વધારે ગુણકારી છે તે વાત તો મોટા ભાગના લોકો જાણે જ છે પરંતુ જેઓ ધુમ્રપાનની લતમાંથી બહાર આવવા માગે છે કે જેઓ સ્થૂળતા દૂર કરવા માગે છે તેમના માટે ગ્રીન ટી ખૂબ ગુણકારી છે.  તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વજનને ઓછું કરવા માટે એક જરૂરી સામગ્રી છે. તે શરીરના મેટાબોલિઝ્મને વધારીને ભૂખ ઓછી કરે છે. રોજ સવારે ઘઉંના બ્રેડ સાથે વેજિટેબલ સલાડ અને ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે. ગ્રીન ટી તમારી કોફી, દારૂ, કોલ્ડ ડ્રિન્કની ટેવને પણ ઓછી કરે છે.

આ અભ્યાસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે ગ્રીન ટી વજનને વધારવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે. સ્થૂળતા સામેની લડાઈમાં ગ્રીન ટી ખૂબ જ ઉપયોગી છે. ઉંદરો પર સૌ પહેલા આનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.  ત્યારબાદ આના પરિણામ ફળદાઈ રહ્યાં હતાં. મોટાભાગની ગ્રીન ટીમાં કેટલાક એવા ઘટક તત્વો રહે છે જે વજન વધારવાને પ્રકિયાને રોકે છે. પરિણામો સૂચવે છે કે આગામી દિવસોમાં ગ્રીન ટી અને સ્થૂળતા સાથે સંબંધને લઈને સારા પરિણામો આવશે.

ગ્રીન ટી પીવાના ફાયદા

  1. કેન્સર  – તે ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને કેન્સર સામે બચાવ કરે છે. એક કપ ગ્રીન ટી પીવાથી શરીરની અંદર કેન્સરના ટ્યુમર્સ બનતા રોકાય છે.
  2. હૃદય રોગ – તે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે અને આપણી ધમનીઓને બ્લોક થતી રોકે છે. હાર્ટ અટેક અને હાર્ટને લગતી અન્ય બીમારીઓને આની મદદથી રોકી શકાય છે.
  3. ત્વચા સંબંધી સમસ્યા – જો તમે ગ્રીન ટી પીશો તો તે તમારા રક્તને અંદરથી સાફ કરશે જેનાથી તમે ડાઘ વગરની અને નિખરેલી ત્વચા મેળવશો. ગ્રીન ટીથી ચહેરા પર થતાં ખીલ અને તેના ડાઘા દૂર થઇ શકે છે.
  4. તણાવમાંથી મુક્તિ – માલાબાર કેન્સર સેન્ટરના સામુદાયિક ઓન્કોલોજી વિભાગના પ્રાધ્યાપક ફ્લિપે જણાવ્યું કે ચીનમાં થયેલા એક નવા સંશોધન પરથી માલુમ પડ્યું છે કે લીલી ચામાં રહેલા એલ થિયાનિન નામના એમિનો એસિડ તણાવથી મુક્તિ અપાવવામાં અત્યંત કારગર છે.
  5. કેન્સરની શક્યતા નહિવત્ – કોચીનની લેકશોર હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે જોડાયેલા ડૉક્ટર થોમસ વર્ગીસે કહ્યું કે ધૂમ્રપાન છોડ્યા બાદ લીલી ચાનું સેવન ફેફસાને પહોંચેલા નુકસાનથી ઊભા થવામાં મદદ કરે છે અને તેનાથી ફેફસાનું કેન્સર થવાની આશંકા પણ ઓછી થઇ જાય છે.