હળદર મસાલા તેમજ આયુર્વેદિક ઔષધી તરીકે પણ સ્વીકાર્ય છે. હળદરમાં અનેક અનમોલ ઔષધીય ગુણ છુપાયેલા છે. હળદરના આ ગુણોને કારણે તેનો પ્રયોગ અનેક બીમારીઓનો ઈલાજમાં પણ ઉપયોગી છે. ભારતમાં આદિકાળથી હળદરનો પ્રયોગ ઔષધીના અને મસાલાના રૂપે કરવામાં આવે છે. પ્રાચીન સમયથી અત્યાર સુધી લગ્ન પ્રસંગે વર કે વધુ માટે રંગ નિખારવા માટે હળદરનુ મિશ્રણ લગાવવાની પરંપરા અવિરત ચાલુ છે. એવું માનવામાં આવે છે કે હળદરનુ ઉબટન લગાવવાથી રંગ નિખારે છે તેમજ ત્વચાને નિરોગી બનાવે છે.
આયુર્વેદમાં હળદરને શ્વાસના રોગ, ખાંસી અને આંખોની બીમારી દુર કરવામાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત પાચન, કુષ્ટ અને ડાયાબિટીસ જેવા રોગમાં પ્રભાવકારી અને સૌર્દંય માટે પણ લાભકારી ગણવામાં આવે છે. પ્રાચીન સમયથી વર વધુના સૌદર્ય માટે હળદરનુ લેપ લગાવવામાં આવે છે. જેને આપણે પીઠી તરીકે પણ ઓળખીએ છીએ.
હળદરને થોડી માત્રામાં લઈ તેમાં માખણ સારી રીતે મિકસ કરો. આ તૈયાર કરેલા મિશ્રણને ત્વચા પર લગાવી દો. અડધો કલાક બાદ સ્નાન કરી લો. થોડા દિવસનો આ પ્રયોગથી ત્વચા ચમકવા લાગશે અને તમારુ રૂપ નિખરશે. જે તમને ફેસિયલ જેવો ગ્લો આપશે.
ત્વચા માટે જ નહી પણ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે હળદર ત્વચામાં ચમક લાવવાના પોતાના ગુણો ઉપરાંત હળદરનો ઉપયોગ અનેક અન્ય સ્થિતિઓમાં પણ કરી શકાય છે. આવો જાણીએ આના બીજા લાભો વિશે…
- ફાટેલી એડિયોની સમસ્યા ઓછી કરે છે
ફાટેલી એડિયોથી વધુ ગુસ્સો અપાવનારી સ્થિતિ કોઈ બીજી નથી હોતી. એક કોલ્ડ ક્રીમની લેયરિંગને બદલે હળદરને એક ઔષધિના રૂપમાં ઉપયોગ કરો. ત્રણ ચમચી હળદર.. થોડુ નારિયળ અને કૈસ્ટર ઓઈલનુ મિશ્રણ તૈયાર કરો અને શાવર લેતા પહેલા 10 કે 15 મિનિટ સુધી એડિયો પર લગાવો. થોડો સમય પછી તમારી એડિયો નરમ થઈ જશે.
- ખીલ પર નિયંત્રણ
હળદરમાં એંટી સૈપ્ટિક અને એંટિ બૈક્ટેરિયલ ગુણ હોય છે. જે ખીલને રોકવામાં મદદ કરે છે. તમે હળદરનો ફેસ માસ્ક પણ ખીલના દાગને ઓછા કરવા માટે લગાવી શકો છો.
- હળદર અને ચંદન પાવડરને લીંબૂના રસમાં ભેળવો. તેને તમારા ચેહરા પર 10 મિનિટ સુધી લગાવો અને કુણા પાણીથી ચેહરો ધોઈ લો. આ માટે હળદરને સાદા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટ ખીલના ડાધ પર 15 મિનિટ માટે લગાવો.
- ડેંડ્રફમાં લાભદાયક
ડૈડ્રફની સમસ્યાથી લાખો લોકો પરેશાન છે. ડૈડ્રફની સાથે સાથે માથા પર ખંજવાળની સમસ્યા પણ ઉભી થાય છે. હળદરમાં એંટી બૈક્ટેરિયલ ગુણ હોય છે. સાથે જ આ એંટી ઓક્સીડૈંટ અને એંટી ઈંફ્લામેટરી પણ છે. આ માથાની તવચાને ક્લીંઝ કરવામાં મદદ કરે છે અને તેમા રક્ત પ્રવાહને ઉત્તેજીત કરીને માથાનો ખોડો ઓછો કરે છે. હળદરને ઓલિવ ઓઈલની સાથે મિક્સ કરી વાળને ધોવાના 20 મિનિટ પહેલા માથાની ત્વચા પર તેનાથી મસાજ કરો. - વાળને ખરતા રોકે
વાળ ખરવાની સમસ્યા તણાવ, એજિંગ, કોઈ બીમારી કે કોઈ પ્રકારની ઉણપને કારણે હોઈ શકે છે. સક્ર્યુમિન હળદરમાં રહેલુ એક તત્વ છે જે બીટા નામના એજૈંટના વિકાસની ગતિવિધિનુ ઘર છે. બીટાને ટીએફજીના નામથી પણ ઓળખાય છે. જેના કારણે હેયર ફોલિકલ્સ મૃત થઈ જાય છે અને વાળ ખરવા શરૂ થાય છે. હળદરને મધ અને દૂધ સાથે એક મિશ્રણના રૂપમાં વાપરવાથી વાળ પહેલા જેવા સ્વસ્થ બનાવી શકાય છે.