આજ કાલ આપણી સામે ભૃણ હત્યા જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ છે એટલે કે લોકો આસાની થી બાળક જન્મે તે પહેલાં જ બાળક ના શારિરીક બંઘારણ અંગે ની તપાસ કરાવી શકે છે. એટલે કે આધુનિક વિજ્ઞાને આપેલું એક વરદાન જે ના કારણે બાળક ની શારીરિક કમી ની પહેલેથી જ જાણકારી મેળવી શકાય અને જન્મ પહેલાં દુર કરી શકાય , પણ બીજી તરફ તે આપણા માટે આભિશાપ બનતું જાય છે લોકો એનો ગેરઉપયોગ કરવા માડયા છે એટલે કે લોકો આસાની થી લિંગ જાચ કરાવી શકે છે એટલે હવે આસાન બની ગયું છે કે જો પુત્રી હોય તો અબૉશન કરાવી નાખે જે મારાં માનવા પ્રમાણે પહેલા જમાનામાં જેમ દિકરી ને દુઘપીતી કરવાનો જે રિવાજ હતો એનાથી પણ આ વાત ઊતરતી છે કેમકે પહેલાં એટલિસ્ટ દિકરી ને જન્મ લેવાનો, એક પળ પણ સહિ સંસાર ને જોવાનું સૌભાગ્ય તો મળતું , હવે તો એ પણ છીનવી લેવામાં આવી રહ્યું છે. આ દુનિયામાં આવતા પહેલાં જ એના અસ્તિત્વ ને મિટાવી દેવામાં આવે છે.ખાસ કરીને આપણા ભારતમાં પુત્રી કરતાં પુત્ર ને વધારે પ્રાધાન્યતા , મહત્વ આપવામાં આવે છે. જ્યારે પશ્ચિમી દેશોમાં એવું નથી ત્યાં બન્ને ને સામાન્યતા આપવામાં આવે છે. આમ જોઇને તો ભારત દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાનુ એક છે એટલે કે સૌથી વધુ વસ્તી ધરાવનારા દેશોમાં ભારત બીજા ક્રમે આવે છે એટલે કે દુનિયાની કુલ વસ્તી માથી 17.5 % વસ્તી ભારતમાં છે અને એવું માનવામાં આવે છે કે 2020 સુધી મા ભારત દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશ બની જશે એવી સંભાવના છે. હાલ માર્ચ 12 , 2016 મા કરવામા આવેલા સર્વે મુજબ 681 મિલિયન પુરુષ ની સરખામણી મા સ્ત્રી ઓ ની સંખ્યા 638 મિલિયન છે એટલે કે દર 1000 પુરુષ દીઠ 943 સ્ત્રીઓ છે પરંતુ 2011 મા કરવામાં આવેલ સર્વે ની સરખામણી મા 2016 મા સ્ત્રી ઓ ની સંખ્યા મા નજીવો વધારો થયો છે ખરો એટલે એમ કહેવાય કે સાચા અર્થમાં આપણે હવે શિક્ષિત થઈ રહ્યા છીએ.
હવે આ વાત તો થઈ આંકડાની પણ સામાજિક સ્તરે પણ તેનું સર્વે કરવામાં આવે તો આપણને ખબર પડશે કે ભૃણ હત્યા ને લીધે આપણી સામાજિક વ્યવસ્થા પર કેટલી ખરાબ અસર થઈ છે. કેમકે સ્ત્રી એક મયાઁદા , કોમળતા અને સકારાત્મક શક્તિ નુ પ્રતિક માનવામાં આવે છે જો એ ને જ મિટાવી દેવામાં આવે તો સમાજમાં નિષ્ઠુરતા વધવાની જ ! બળાત્કાર ના કેસો વધવા પાછળ નો આ એક મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે !
કેમ કે જે ઘરમાં સ્ત્રી નુ અસ્તિત્વજ ના હોય, પુત્રી ના જન્મ ને નકારવામા આવતું હોય તે ઘરમાં એક ભાઈ, એક પિતા , એક બહેન અને પુત્રી ની ભાવના ને કેવી રીતે સમજી શકે ? એક પળ વિચારીતો જુઓ સ્ત્રી વિનાની સૃષ્ટિ, કેમ નથી વિચારી શકતા ને? કેમકે આ જીવનનું ચક્ર ચાલુ રાખવા અને આપણા ખાનદાન નું નામ આગળ વધારનાર કોઈ તો જોઈએ ને! (જે મોટાભાગે આપણે સાભળીએ છીએ ) અને એ સ્ત્રી વિના કેમ શક્ય બની શકે ? આટલી નાની વાત પણ લોકો કેમ સમજી શકતા નથી? ખાસ કરીને હુ આ વાત ઉપર વધારે જોર આપીશ કે ખાનદાન નું નામ આગળ વધારવા પુત્ર જોઇએ આ વાત ખરેખર સાચી છે? તમે એક પળ વિચારીતો જુઓ જો હરએક ને માત્ર પુત્ર હોય ને પુત્રી ના હોય તો ખાનદાન નુ નામ આગળ વધી શકે ખરું? તો પછી મારા માનવા પ્રમાણે તો ખાનદાનનુ નામ આગળ વધારવા પુત્ર નહિ પણ પુત્રી આવશ્યક છે . સમાજ ના બધાંરણ મા માં ની ભુમિકા મહત્વની હોય છે અને એ પુત્રી ના જન્મ વગર કેમ શક્ય બની શકે કેમકે આખિર એક માં પણ પુત્રી જ છે ને ! જો આ સામાન્ય વાત આપણા ગળે ઉતરી જાય તો સમાજમાં ભૃણ હત્યા નુ નામ નિશાન મટી જાય. જોકે કાયદા ની કલમ મુજબ ભૃણ હત્યા અને લિંગ જાચ એ બન્ને ને ગંભીર ગુનાહ માનવામાં આવે છે અને આ માટે સજા પણ થઈ શકે છે.
જો પુત્રી છે તો આપણુ અસ્તિત્વ છે એટલે જો એનુ અસ્તિત્વ ધીરે ધીરે મટતુ જશે તો આપણુ અસ્તિત્વ પણ મટતુ જશે.
Written by Krishna Khant
સૌ પ્રથમ હુ મારો પરિચય આપુ તો મારો પરિચય છે ગૃહિણી યાને હાઉસવાઇફ. હુ ઈચ્છું છુ કે લોકો મને કિષ્ના ખાંટ ના નામથી નહિ પણ હાઉસવાઇફ તરીકે ના ઉપનામ થી ઓળખે . મારી કોલમ નુ નામ છે અસ્તિતત્વ. જે મા હું અલગ અલગ સામાજિક મુદ્દા ને લઇને મારી વિચારધારા રજુ કરીશ.