રાજા જનક ની સભામાં અષ્ટાવક્રજી દ્વારા બોલાયેલ એક વાક્યમાં સમગ્ર જીવન નો સાર સમાવિષ્ઠ છે.
“જ્ઞાન સ્વયંમાં છે“
છે તો ફક્ત ત્રણ શબ્દ, પરંતુ વિશાલ જીવન યાત્રા ને સૂક્ષ્મ બનાવી દીધી છે ફક્ત આ વાક્ય પૂરું થતા ની સાથે.
આધુનિક સમયે આપણો ગુરુ ગૂગલ છે, આપણો ઈશ્વર પૈસો અને આપણી કમાણી સત્તા છે, આ ત્રણ મિથ્યા જીવન ની વચ્ચે ફક્ત આપણી ઈચ્છા રમે છે અને “સ્વ” પ્રતીક્ષામાં છે જેને મનુષ્ય જાતી મૃત્યુ ના અમુક ક્ષણો પેહલા મળે છે, એક પરંપરા બંધાઈ છે કે મુક્ત (મૃત્યુ) બને તે જીવન! ખરેખર મુક્ત શ્વાસો થાય છે, જીવન તો એક એવી સુવાસ છે જે અનન્ય વર્ષો સુધી ફેલાયેલી રહે છે અને બીજા ને પણ સુગંધિત કરી શકે છે જો મનુષ્ય “સ્વયં” ને ઓળખી શકે.
“સ્વયં” ની ઓળખ એક સિદ્ધિ છે, એક અવસ્થા છે જ્યાં માણસ અકર્તા બની જાય છે, બસ પછી શું? ઘટાતી જાય એ ઘટના, અને થતા આવે એ કર્મો, એક “સ્વયં” ની ઓળખ માણસ ને ઈચ્છા, અપેક્ષા, ક્રોધ અને અભિમાન જેવા શત્રુઓ થી દૂર કરી શકે છે, “સ્વયં” ની ઓળખ ઈશ્વર વિષે ના મનન, અને ચેતના દ્વારા થતા ચિંતન સીવાય શક્ય નથી, “સ્વ” માં શ્રદ્ધા છે, “સ્વ” માં હકારાત્મકતા છે, “સ્વ” થી બહાર જે છે એ સમાધાન છે અને સમાધાનો થી પરિસ્થિતિઓ ટકે છે જીવન નહીં
———————————————————————————————-
કૃણાલ ગઢવી – (ચેતના ને વંદન)
Beauty Week Deals and Savings on Bath and Body Products: Explore wide range selection of Bath and Body Products Deals with Beauty Week online in UAE....
These fruits and vegetables are in season now (which means off-the-charts deliciousness) and deliver maximum health benefits.
1) Kiwi: Kiwi is full of Vitamin C ,K...
“રફાળેશ્વર” નામનું નાનકડું એક ગામ હતું. ગુજરાતનું હ્રદય એવા સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલું રફાળેશ્વર તેના નામ કરતા મીઠી મહેમાનગતિ અને પ્રેમના પીરસાણ માટે જાણીતુ હતું....
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ભારતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક, જે આગામી વર્ષમાં અબુ ધાબીમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે તૈયાર છે. નવું કેમ્પસ...