Home Storyteller

Storyteller

સ્તબ્ધ (એક નવી શરૂઆત) Part 2

બીજા દિવસે મારુ schedule થોડું બીઝી હતું માટે હું સવારે જ સ્કૂલ ગયો, સોફી મેડમ ગેર–હાજર હોવા થી ગૌરવ ને ફોન કર્યો, તું સોફી મેડમ ને ઓળખે છે ડિવાઇન સ્કૂલ માં જોબ કરે છે. ગૌરવ: (નખરા સાથે) સુ વાત છે……? મેં કહ્યું, કેમ? ગૌરવ: કઈ નહિ, શું કામ છે બોલ, એ પણ રોયલ રેસિડેંસી માં રહે છે, મને એમનો બ્લોક નંબર આપ. ગૌરવ: હા હા હા… બ્લોક – ૪ એપાર્ટમેન્ટ નંબર નથી, મેં માંગ્યો પણ નથી, મેં ફોન મુક્યો. Excusme સર,સોફી મેડમ નો એપાર્ટમેન્ટ નંબર શું છે? ૩૦૪. ok, thanks a lot કહી મેં લિફ્ટ પકડી, ૩૦૪ પર તાળું લટકતું જોઈ સમજાયું કે સ્કૂલમાં ગેરહાજર છે So, બહાર ગયા હશે. મેં તેમને text msg કરવા નું યોગ્ય સમજ્યું, Hello સોફી મેડમ, I am ૐ“S father , is it a right time to talk with you ? અને હું ઓફિસ પોહચી ગયો, ઑફિસ પોહચી જોયું સોફી મેડમ નો sms આવેલો, do you have time...

સંબંધો નું પૃથ્થકરણ – 3

માણસ માત્ર અને માત્ર સંબંધોના આધારે જીવે છે. સંબંધો દરેકના જીવનમાં એક મહત્વની ભૂમિકા બજાવતા હોય છે. બાલ્યાવસ્થામાં મા-બાપ પર અવલંબિત હોય છે.  મા-બાપ જ...

Package to Moon

મારી ઉમર ૩૧ વર્ષ છે હું મારા આયુષ્યને નથી જાણતો માટે મારી શાશ્વત કલ્પનામાં જન્મ લેનાર મારા પર–પૌત્ર ની વાતો ને છાનો–મનો અને ચકિત કાન કરી સાંભળી રહ્યો છું. મારો પર–પૌત્ર એ કહ્યું તમે આવ્યા હોત તો ખુબ સારું હતું તમને ખુબ માજા અવત, મેં કહ્યું “બેટા મારુ મેડિકલ પાસ ન થયું ને! અહીં તમને બધા ને લાગશે વિમાનમાં જવા માટે “મેડિકલ” ચેકઅપ કરાવું પડતું હશે? ના!  અહીં મારો પર–પૌત્ર ૬–ડે ૫ નાઈટ નું પેકેજ લઈને ચંદ્ર પર ગયો હતો અને “એક ગાહડો શરદી” લઇ ને આવ્યો સાથે સાથે selfie પણ બતાવી ચશ્મા પેર્યા છે છતાં સ્પષ્ટ નથી દેખાતું ઉમર ની સાથે સાથે આંખો પણ ગઈ જેવું તેવું દેખાણું એમાં પણ ઓ‘લી “ડોશી અને બકરી” જેવું કાઈ નો દેખાણું. મેં પૂછ્યું ઓ‘લા “નીલ આર્મ સ્ટ્રોંગ” ના પગ ના નિશાન અને અમેરિકન ફ્લેગ ના સ્મારક જોયા? આશ્ચર્ય સાથે વળતો જવાબ મળ્યો “whats that ?” વગર આશ્ચર્યે મેં પણ નક્કી કરી લીધું “વાસ્કો દ ગામા” પણ હવે ક્યાં યાદ રહ્યો હતો કે “નીલ આર્મ સ્ટ્રોંગ” યાદ હોય, વળી મારા સ્વભાવ અને કડવા અનુભવ ને યાદ કરતા પૂછ્યું “ઓવર લગેજ” તો નોતું થ્યું ને? (મને અબુધાબી એરપોર્ટ પર ઓવર લગેજ ના ૫૦૦ AED હજી ખટકતાતા) જવાબ મળ્યો લગેજ તો ક્યાં હતુજ? બાપુજી, ત્યાં તો કવર–ઓલ પહેરવા ના હોય એ પણ સ્પેસ શિપ વળાજ આપે. ઈ સાંભળતાજ મને અમારી શિપમાં કવર–ઓલ પેરી ને ૫૦ ડિગ્રીમાં મથતો મારો માનીતો માનવેશ કુમાર દેખાણો, મેં થોડું ખોચરા ભાભા ની જેમ મૂછોમાં હસવા નું ચાલુ કર્યું અને મનમાં કહ્યું તમે ભલે ચંદ્ર પર જઈ આવ્યા હોય પણ દુનિયાની સૌથી મોટી પેલી  બિલ્ડીંગ બનાવનાર દેશમાં(દુબઇ) હું પણ રહેલો છું. દુબઇ નામ આવતા મને filli યાદ આવ્યું અને મેં પૂછી લીધું “moon” પર “filli” ની ફ્રેંચાઈઝી અપાઈ ગઈ છે?   (મને હાજી સુધી નથી મળી) છોકરાવ ને શું ખબર ઈ ઝાફરાન ચા ની માજા, ઈ તો ક્યે બાપુજી “filli” ત્યાં ન હોય, વળી મેં થોડા ગર્વ સાથે પૂછ્યું “starbucks” તો ચોક્કસ હશે? આગળ હું કઈ ન પૂછું ઈ વાત ને ધ્યાનમાં રાખી સચોટ કહ્યું “there is...

સ્તબ્ધ (એક નવી શરૂઆત) Part 4

મારા અને સોફી મેડમ ના સંબંધ ની જરૂરિયાતે એક નવીજ જીવન શૈલી ને જન્મ આપેલો, પરિવારનો સમય હવે બનાવટી ક્લાઈન્ટ સાથે ની મિટિંગમાં પસાર થઇ રહ્યો હતો, બચેલો સમય WASH -ROOM ની અંદર, શાબ્દિક અને વૈચારિક નિકટતાએ સોફી મેડમ ને સોફી બનાવી દીધી હતી આ સંબંધ ને શારીરિક જરૂરિયાત ન હતી અને પ્રેમ.! પ્રેમ ની તો બિલકુલ નહિ, અમારા સંબંધમાં પ્રેમ ન હોવાની ખાતરી અમે બંને એ સ્વીકારી હતી, સોફી પોતાની એકલતા ને સંતોષવા માટે એક યોગ્ય પાત્ર પામી ચુકી હતી અને સંધ્યા ની નકારાત્મકતા અને શાષકીય સ્વભાવ થી દૂર જઈ મારા અહમ અને શાષકીય વલણ દાખવવા ની વૃત્તિએ યોગ્ય પાત્ર ની શોધ પુરી કરી હતી, સંધ્યા પ્રત્યે મારા પ્રેમ માં અનિયમિત તા ની ચરમ સીમા આવી હતી, OTP મોકલવા નું તો બંધ જ હતું પરંતુ શારીરિક અંતર પણ હવે સંબંધમાં વર્તાઈ રહ્યું હતું. (જયારે પ્રેમ ના out-put ને પ્રમાણ માં in -put નથી મળતું ત્યારે જન્મનારી પરિસ્થિતિ આવી ઉભી હતી) સંધ્યા ના વર્તનમાં બદલાવ હતો, મારા પ્રત્યે એનો પ્રેમ ક્યારેક ખારો, તીખો, અને ક્યારેક ફિક્કો પડતો દેખાણો, ડીશ તો રોજ મારા પસંદની જ બનતી પણ સ્વાદ જેમ મેં કહ્યું તેમ હતો, અને હું દોશી હતો એ ક્યાંક બહાર ન આવે એ વાત ને ધ્યાન માં રાખી સંધ્યા ના દરેક સ્વાદ ને સ્વીકારી લેતો થયો. બીજી તરફ સોફીનો હસબન્ડ બિઝનેસ ટ્રીપ થી રીટર્ન થયો હતો, અમે એક બીજા ને યોગ્ય સમય આપવા અસમર્થ હતા, ૐ ને સ્કૂલ મુકવા અને લેવા જવા માટે હું નિયમિત બન્યો, છતાં સોફી સાથે થતી coffee corner મિટિંગ ને સંકટકાળ ઘેરી વાળ્યો હતો, sms અને ફોન કોલ પણ ઓછા થવા ને અરે હતા. (વધતું જતું અંતર બે વ્યક્તિ ને માનસિક રીતે હંમેશા નજીક લાવે..!) આ સમય ને હું અને સોફી બંને જાણી ગયા હતા, અમે હવે યોગ્ય સમય ની રાહ જોવા ની ધીરજ ખોઈ બેઠા હતા, મેં ૐ ને સ્કૂલ ડ્રોપ કરતી વખતેજ સોફી ને સ્કૂલ થી વેહલા નીકળવા ઈશારો કરી દીધો હતો એણે પણ સહમતી દાખવી હતી, આપેલા સમય થી ઘણો વહેલો હું સોફી ની રાહે હતો અને અમે અમારો અંગત સમય ગાળવા માટે હોટેલ થી ઉત્તમ કોઈ ઠેકાણું ના લાગ્યું, અમે દૂર high way સ્તિથ હોટેલ પર પોહ્ચ્યા રૂમ માટે લગતા વળગતા કાગળો આપ્યા રૂમ ની ચાવી લઇ મેં સોફી ને રૂમમાં જવા કહ્યું અને હું તેના માટે લાવેલ gift કાર માં લેવા ગયો, પરત ફરતા રૂમ નો દરવાજો અધખુલ્લો જોઈ હું પ્રવેશી ગયો, સોફી રૂમમાં ન દેખાતા મેં રૂમ નંબર re – confirm કર્યો, હૈયા ને હચમચાવનાર, અને વ્યાકુળતા થી વિશેષ બીજું કઈ ન આપનાર એક ભયંકર અને દર્દ થી છલોછલ ચીસે મને wash-room તરફ ખેંચ્યો. એ ખુલ્લી આંખો, ફેલાયેલ બંને હાથ સાથે ટબ મા ઢળેલ સોફી ને પ્રાણ મુક્ત થતી જોતા, હું એક એવી સ્તબ્ધતા ને પામ્યો જેણે મારી સમક્ષ મારા સંપૂર્ણ ભવિષ્ય ની છબી તૈયાર કરી ને મૂકી દીધી.. ૐ નું અંધકારમાં ધકાયેલ ભવિષ્ય અને સંધ્યા ની વ્યથા અવસ્થા માટે પૂર્ણ જવાબદાર મારી જાતને મેં સમયાતીત પશ્ચાતાપ માટે ચો તરફ ફક્ત અંધકાર યુક્ત ક્ષણોમાં પામી………. અલ્પ, ક્ષણિક, ત્વરિત પરંતુ અંતર આત્મા ને જાગૃત કરી સ્વની પુરી સમજણ આપનાર “સ્તબ્ધતા” બાદ એકા એક વધી ગયેલા મારા ધબકારા અને પરસેવાથી તર–બતર શરીર સાથે મારી આંખ ખુલી અને મેં મને ઘર ની પથારી પર પામ્યો, ૐ અને સંધ્યા ની મારા પર ઠરેલી નજરે મને વાચા મુક્ત બનાવ્યો…… “સ્તબ્ધ સમય અને સ્તબ્ધ હું” આ સ્વપ્ન ના સાક્ષી બન્યા અને “જે મળ્યું છે તે આપણા માટે સર્વોત્તમ છે” માટે તેને સંપૂર્ણ જાગૃતતા સાથે સ્વીકારી જીવન ની એક નવી શરૂઆત માટે ના વચને બંધાઈ ગયા…!! સંધ્યા જેમ મેં વર્ણવી તેમ તરતજ લાસ્ટ બોડી ચેકઅપ ના રિપોર્ટ ખંખોળ તી થઇ અને મને કોઈ હૃદય રોગ નથી તે વાત માટે ચોક્કસ બની. ____________________________ “ઘણી બધી ખામીઓ થી ભરપૂર વ્યક્તિ પ્રત્યે કોઈ નિર્ણય પર પહોંચવું સરળ છે પરંતુ એક ખામી ધરાવતી વ્યક્તિ પ્રત્યે કોઈ નિર્ણય પર પહોંચવું સૌથી અઘરું છે“, “સ્તબ્ધ” કરી એક નવા જીવન ને જન્મ આપનાર કહાની સાથે ફરી મળીશું..!! કહી દર્શન દેવ એ પોતાના સેમિનારનું સમાપન કર્યું.

સંબંધો નું પૃથ્થકરણ

આપણે આપણાં જીવન દરમિયાન ઘણાં ઉતાર ચઢાવમાંથી પસાર થતાં હોય છીએ. આપણાં રોજીંદા દિવસમાં આપણે કેટલાય વ્યક્તિઓ સાથે ટચમાં આવતા હોય છીએ. એ ઉપરાંત...
- Advertisment -

Most Read

વિઝા, નોકરી વિશે કોઈ પ્રશ્ન છે? દુબઈની ચેટજીપીટી સેવાના ઉપયોગ વડે ઉત્તર જાણો 

દુબઈએ એક નવું AI-સંચાલિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે જે રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે માહિતીના એક સ્ત્રોત તરીકે સેવા આપે છે. આ પ્લેટફોર્મ દુબાઈ...

ઈદ અલ અધા 2023: અબુ ધાબી અને દુબઈમાં આતશબાજી ક્યાં જોવી

દર વખતની જેમ આ વખતે પણ યુએઈ માં ઈદ અલ આધાની ઉજવણે ખુબ જ જોરશોરથી થઈ રહે છે, જો તમે દુબઈ અથવા અબુધાબીમાં રહેતા...

૨૦૦૭ નો પ્રથમ આઈફોન ન માની શકાય એવી કિંમતે હરાજીમાં વેચાયો

તાજેતરની એક હરાજીમાં LCG ઓક્શન્સ નામની કંપનીએ $50,000 USDના અગાઉના રેકોર્ડને તોડીને, 63,356.40 યુએસડીમાં તદ્દન નવો અને ક્યારેય પણ ન ખોલેલા ફર્સ્ટ જનરેશન એપલ...

ભારતીય IIT નું પ્રથમ વિદેશી કેમ્પસ અબુધાબીમાં ખુલશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ભારતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક, જે આગામી વર્ષમાં અબુ ધાબીમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે તૈયાર છે. નવું કેમ્પસ...