ગુજરાતની ભવ્ય ગાથા (ભાગ -૮)

0
537

ગુજરાતની ભવ્ય ગાથા - History of Gujarat“ગુજરાતની ભવ્ય ગાથા” કોલમને ટૂંક સમય માટે વિરામ આપવો પડ્યો તે બદલ સર્વે વાચક મિત્રોની હું ક્ષમાં ચાહુ છુ. ગુજરાત અને ગુજરાતીઓની વિશેષતાઓની વાતો કરવી અને વાંચવી મને બહુ જ ગમે છે પરંતુ આજની પેઢી જ્યારે માતૃભાષાથી વિમુખ થઇ રહી છે ત્યારે મને એ વાતનુ દુ:ખ પણ છે કે આ કોલમ દ્વારા હું આજના નવયુવાનોને ગુજરાતના ભવ્ય ઇતિહાસની વાતો નહી કરી શકુ.

૧ મે ૧૯૬૦ના ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ આ માત્ર સ્વતંત્ર રાજ્ય તરીકેની સ્થાપનાની વાત છે. ગુજરાતનો ઇતિહાસ બહુ જ પ્રાચીન અને ભવ્ય છે. આગળના લેખોમાં આપણે આ વિષે જાણી ચૂકયા છીએ. પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ એ ગુજરાતનુ આભૂષણ છે. ગુજરાતીઓની આસ્થાના પરમ ધામ સોમનાથ પર મહૂમદ ગઝનીની ચઢાઇ એ ગુજરાતની કરુણાસભર ઘટનાને  સાંભળતા આજે પણ આપણા રૂવાડાં ઉભા થઇ જાય છે.

મહમદ ગઝની સંપૂર્ણ તૈયારી અને બુધ્ધિપૂર્વકની યોજનાથી ત્રીસ હજાર સૈનિકો અને ચોપન હજાર પગારદાર લશ્કર લઇને સપ્ટેમ્બર ૧૦૨૪ના ગઝનીથી નીકળ્યો અને ફરતાં ફરતાં મુલતાન આવ્યો. રસ્તાની તપાસતો એણે પહેલેથી કરી હતી.પાણી માટે વીસથી ત્રીસ હજાર ઊંટ લીધા હતાં અને તેના ઉપર ખોરાક પણ રાખ્યો હતો. મુલતાનથી ત્રણસો માઇલનું રણ વટાવીને બિકાનેર અને જેસલમેરને રસ્તે અજમેર આવ્યો. મહૂમદ ગઝનીએ આ પહેલા માત્ર સોમનાથની ભવ્યતાની વાતો જ સાંભળી હતી અને આ વાતો પરથી તેને સોમનાથ પર લૂંટ કરવાની ઇચ્છા થઇ હતી. આ ઇચ્છા એટલી પ્રબળ હતી કે મહૂમદે તેના સૈનિકો અને ઊંટોની જાનહાનિ થવા છ્તાં પોતાનો પ્રવાસ જારી રાખ્યો.

અજમેર પહોંચી મહૂમદે અનેક જગ્યાએ લૂંટ કરી અને પોતાં અને પોતાના સૈનિકો માટે અન્ન અને પાણીની વ્યવસ્થાં કરી. આ સમયે અજમેરના રાજા એ ગુજરાતના રાજાઓ પાસે મદદ માંગી પરંતુ તેને મદદ મળી નહી. આ સમયે ગુજરાત કોઇ એક રાજ્ય નહોતુ પરંતુ અનેક નાના નાના રજવાડોમાં ખંડિત થયેલું હતું. ઇતિહાસનાં ઘણા પુસ્તકોમાં એક વિચાર મુકવામાં આવ્યો છે કે શું આ સમયે અજમેરના રાજાને અન્ય રાજાઓ પાસેથી મદદ મળી હોત તો મહૂમદ સોમનાથ પર આક્રમણ કરી શ્ક્યો હોત ખરો?

પ્રશ્ન બહુ જ મજાનો છે પરંતુ અર્થહીન છે.

મનુષ્ય જીવન પણ સતત વહેંતી નદી સમાન છે. એ નિરંતર સમયની સાથે વહે છે. દૂર ઉભાં રહી આપણે કહી શકીયે છીએ કે નદીનો માર્ગ યોગ્ય છે કે અયોગ્ય પરંતુ વહી ગયેલી નદી ફરી વળી શકતી નથી.

આથી જ કહેવાય છે કે  ” સમય મળે છે જીંદગી બદલવાને માટે પણ જીંદગી નહી મળે સમય બદલવાને માટે“