ગુજરાતની ભવ્ય ગાથા (ભાગ ૯)

0
537

ગુજરાતની ભવ્ય ગાથા - History of Gujaratઆપણે એક કલ્પના માત્ર કરીએ કે એક જગ્યા છે જ્યાં સો લોકો રહે છે અને જ્યારે આ બધાની પાસે એક ઠરાવ મુકવામા આવ્યો કે જેને અહીં રહેવુ હોય તે અહી રહે અને જેને આ જગ્યાં છોડી દૂર જવું હોય તે દૂર જઇ શકે છે ત્યારે સો માંથી નેવું લોકો એ આ જગ્યાં છોડી દૂર જવાનું ઉચિત સમજ્યું તો આ જગ્યાં ને શું સમજવું? દેશ, રાજ્ય , કે જેલ ?

જેલ શબ્દ વધું ઉચિત લાગે છે.

ખરેખર આજે ભારત દેશની હાલત પણ આવી  જ છે. તક મળતાં સૌ કોઇ દેશ છોડી બહાર જવાં  ઇચ્છે છે એ પછી શિક્ષિત હોય કે અશિક્ષિત, સ્ત્રી હોય કે પુરુષ. જેમાં તમે અને હું પણ આવી ગયાં. દેશ છોડી બહાર જવું એ કોઇ ગુનો નથી કે અયોગ્ય નથી પરંતુ પ્રશ્ન અહી એ છે કે શા માટૅ આજે મહત્તમ ભારતીયો દેશ છોડી બહાર જવાં ઉત્સુક છે? શા માટે આજે ભારતીયો જે પ્રગતિ વિદેશ જઇને કરે છે તે પોતાનાં દેશમાં રહી નથી કરી શકતાં? આનું મૂળભૂત કારણ છે ઓછી થઇ રહેલી રાષ્ટ્રપ્રેમની ભાવના.

આપણે સૌ ઇતિહાસના પાઠ્ય પુસ્તકોમાંથી મહદઅંશે શીખીયા છીએ કે આપણા પૂર્વજો ગુલામ હતાં અને અનેક દેશના લોકોએ આપણી પર રાજ કર્યું.  આપણે ઇતિહાસમાં એ તો જોયુ કે મહૂમદ ગઝનીએ સોમનાથ પર અનેક વાર ચઢાઇ કરી અને એને લૂંટ્યુ પરંતુ એ શીખવાનું રહી ગયું કે દરેક વખતે આપણા લોકો એ કેટલી ખુમારીથી તેનો સામનો કર્યો. મહૂમદે તેની દરેક ચઢાઇ વખતે ઘોષણા કરી હતી કે ” આપ સૌ ઇસ્લામ ધર્મ અપનાવી લો અને હું કોઇ જ જાનહાનિ નહી કરું પરંતુ સામાન્ય જનતાં કે રાજા કોઇને જ આ વાત મંજુર નહોતી.

મહૂમદ અજમેર પહોચ્યોં ત્યારે એણે શહેર ખાલી જોયું. અહી એને તારાગઢ જીતવાંની ઇચ્છા થઇ પરંતુ મુખ્ય કાર્યમાં વિલંબ થશે તેમ વિચારી એ પાછો વળ્યો. અજમેર અને આબુની વચ્ચેનાં નાના રાજાઓએ નજરાણાં આપીને પોતાનો બચાવ કર્યો. મહૂમદ આબુથી સીધો પાટણ આવ્યો. એ સમયે પાટણમાં ભીમદેવ ૧લો રાજ્ય કરતો હતો. મહૂમદની આવી વિજળી જેવી આક્રમક ચઢાઇથી ભીમદેવ ડરી ગયો અને કચ્છ નાસી ગયો. મહૂમદ પાટણમાં પણ વિલંબ ન કરતાં, મળ્યો તેટલો સરંજામ લઇ વઢવાણના રસ્તે સોમનાથ જવાં નીકળ્યો. ભીમદેવ કઇ બાજુ ગયો છે એની એને ખબર નહોતી પણ ભીમદેવને શિવ પ્રત્યેની આસ્થાની તેને ખબર હતી આથી તેને ડર હતો કે સોમનાથ મંદિર લૂંટવામાં ભીમદેવ જરુર બાધા નાખશે તેથી તે બહુ જ ઝડપથી પોતાનું કામ પતાવવાં માંગતો હતો. ઉના દેલવાડામાં તેને અનેક લોકોનો સામનો કરવો પડ્યો. ઇતિહાસકાર લખે છે કે જેમ જેમ લોકોને ખબર પડવાં લાગી કે મહૂમદ ગઝની સોમનાથ લૂંટવા આવી રહ્યો છે તેમ તેમ શ્રધ્ધાળુઓ એકત્ર થઇને જે સાધન મળ્યુ તે લઇને તેનો રસ્તો રોકી વિરોધ કરવાં લાગ્યા. લોકોનો સામનો કરતાં કરતાં મહૂમદ સોમનાથ પહોચ્યો. સોમનાથની ભવ્યતાં જોઇ તે ચકિત થઇ ગયો.


Article by Jagruti Gotecha