ગુજરાતની ભવ્ય ગાથા

0
579

ગુજરાતની ભવ્ય ગાથા - History of Gujarat

ગુર્જર વાણી, ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત,
જંગલમા પણ મંગલ કરતી ગુર્જર ઉધમ પ્રીત,
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત,
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત

શુક્રવારની સવારે જ્યારે પણ હુ કોઇ ગુજરતીઓને હોટેલમા બેસી મજેથી ગાંઠિયાં જલેબી ખાતા જોઉ છુકે પછી પાર્કમાં થેપલા સુકી ભાજીથી લઈ મુખવાસ સુધીની દરેક સામગ્રી સાથે બેઠેલ ગુજરાતીઓને જોઉ કે પછી અજાણ્યા પાડોશી સાથે વાડકી વ્યવહાર કરતી ગુજરતી સ્ત્રીને જોઉ તો કવિ શ્રી ખબરદારની આ પંક્તિ મને અચૂક યાદ આવી જાય છે.

દૂબઈ કે યુ.ઍ.ઈ.માં આમ તો ભારતનાં દરેક તહેવાર ઉજવાય છે પરન્તુ ગજરતિ તહેવાર જેટલા ધામધુમથી ઉજવાય છે તેટલા ધામધુમથી બીજા તહેવાર ભાગ્યે જ ઉજવાતા હશે. એ પછી હોળી હોઇ ઉતરાયણ હોઇ કે પછી દિવળી.  ગુણવંતી, જયવ્ંતી, પુણ્યવંતી,ગૌરવવંતી,ખમીરવંતી,ચેતનવંતી,રસવંતી,શોભનવંતી શોહામણી અને રસમય આવા રુપકો પામેલી ધરા એટલે ગુજરાત અને વિરાટને પામવાનુ સાહસ ખેડી અને સ્વમાથી વિશ્વ બની જાય તે ગુજરતી.

ગુજરાતનો ઇતિહાસ તેજોમય અને ચેતનાસભર છે. ઇતિહાસકારોએ ઇતિહાસને સમજવવા સમયને અલગ અલગ યુગમાં વિભાજીત કર્યો છૅ.

પ્રાગૈતિહાસિક યુગઃ

ગુજરાતમાં પ્રગૈતિહાસિક માનવ અંગેનું સૌ પ્રથમ સંશોધન કરનાર “વિધ્વાન રોબર્ટ્બ્રુશફુટ હતા. તેમણે સાબરમતી તટ પ્રદેશમાં આ સમયનાં માનવીઓનાં હાડપિંજરો, હથિયારો અને ઓજારો વગેરે શોધ્યા હતા.મહેસાણા જીલ્લામાં આવેલ લંધણજ પ્રાગૈતિહાસિક સ્થળ છે. આ સ્થળેથી સર્વપ્રથમ હાડપિંજરો મળી આવેલ છે.

સિંધુખીણની સભ્યતાનો યુગઃ

આ સભ્યતા માત્રુપ્રધાન હતી. આ સમાજ વિધ્વાનો, યોધ્ધાઓ,પુરોહિતો અને શ્રમજીવી એમ ચાર વર્ગમાં વહેચાયેલો હતો. તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ગુજરાતમાથી મળી આવેલ સર્વ પ્રથમ નગર એટલે રંગપુર. રંગપુર સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકાનાં માદર નદીના કિનારે આવેલુ છે. તદુપરાંત લોથલ નગર મળી આવેલ છે. લોથલ અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે સગરવાલા ગામની પાસે મળી આવેલ છે. આ બન્ને નગરની વ્યવસ્થા અદભુત હતી. સડકો સીધી અને પહોળી એકબીજાને કાટ્ખૂણે મળતી અને સુંદર ઘર વ્યવસ્થા જોઇને સહેજેય ખ્યાલ આવે કે ગુજરાતની ધરા ત્યારે પણ કેટલી સમ્રુદ્ધ અને સુયોજીત હતી.

આ ઉપરાંત ભારતમાં આવેલ સૌથી મોટું સિંધુખીણની સંસ્કૃતિનું નગર એટલે ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જીલ્લાનાં ભચાઉ તાલુકામાં આવેલુ છે. ધોળાવીરામાથી ધાતુ ગાળવાની ભઠ્ઠી, વિવિધ પ્રકારનાં ઓજારો શંખ, પાણીની ટાંકીઓ અને સોનાનાં ઘરેણા મળી આવેલ છે જેના પરથી ગુજરાતની ધરાની સમ્રુધ્ધતાનો આપણને અંદાજ આવે છે. તદુપરાંત રમત ગમતનુ મેદાન અને વિશ્વનું પ્રથમ સાઇન બોર્ડ અહીથીં મળી આવેલ છે. આ નગરમાં મકાનો ગોળ બનાવવામાં આવતાં હતા જેથી ભુંકપથી રક્ષણ મેળવી શકાય.

ગુજરાતનો ઇતિહાસ ગર્વસભર અને ચૈતન્યસભર છે. શ્રેીકૃષ્ણભગવાને જે ભુમિને પોતાની કર્મભુમિ માની હોય તેનાથી વિશેષ પૂરાવો બીજો શું હોય શકે?

સિંધુખીણની સંસ્કૃતિનાં યુગ પછી આવે છે પૌરાણિક યુગ.

પૌરાણિક યુગઃ

પુરાણોમાં જે યુગનો ઉલ્લેખ છે તેને પૌરાણિક યુગ કહેવાય છે.મનુનાં પુત્ર શર્યાતિના સમયથી ગુજરાતમાં આ યુગની શરુઆત થાય છે. શર્યાતિનાં પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર અને ઉત્ત્રર ગુજરાતમાં રાજ્ય સ્થાપ્યુ હતુ તેથી આ પ્રદેશને આનર્ત નામે ઓળખવામાં આવે છે. આનર્તનો પુત્ર રૈવતના સમયમાં તેની રાજધાની કુસ્થલી(દ્વારકા) હતી. તેના સમયમાં યાદવો મથુરા છોડીને સૌરાષ્ટ્ર્માં આવ્યા હતા તેમજ મહાભારતનાં સમય દરમ્યાન શ્રેીકૃષણ ભગવાને પણ દ્વારિકા નગરીમાં વસવાટ કર્યો હતો. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટનગરી પણ આજનાં કચ્છ પ્રદેશમાં આવી હશે તેવુ મનાય છે.

ગુજરાતનો ઇતિહાસ તેજોમય અને રસસભર છે જેનો સાક્ષાત્કાર ત્યા જનાર દરેકને થાય છે તેથી જ દરેક ગુજરાતી ગર્વથી કહે છેઃ

આ માટીમાં જનમ્યો છુ આ માટીમાં જીવીશ હુ,
આ માટીને ઉગારીશ આ માટીને જીવાડીશ,
આ માટી મારી કાયા આ માટી મારી માયા
આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશ

અને ગુજરાત છોડી બહાર નીકળનાર આપણા જેવા સૌ ગુજરાતી કહે છેઃ
ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે કે ન મળે…..


Article submited by Ms Jagruti Gotecha
પ્રોફેશનલી તેઓ લેબોરેટરી ટેક્નશીયન છે સાથે સાથે તેઓ બે સંતાનોના માતા હોય તેમને ઘરે રહી બાળકોના ઉછેરને પ્રાધાન્ય આપ્યુ છે. ૨૦૧૩માં યોજાયેલ યુ.એ.ઇ.સુપર મોમ સ્પર્ધમાં તેઓ તેમની સ્વરચિત કાવ્યના આધરે ફાઇનલ સુધી પહોચ્યા હતા તેમજ ૨૦૧૫માં યોજાયલ ગુજરાતી વ્કતૃત્વ સ્પર્ધામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. ગુજરાતી ભાષા પ્રત્યેની અગમ્ય રુચિના કારણે જ તેઓ આપણી સાથે જોડાયા છે અને અમને વિશ્વાસ છે કે તેઓ “ગુજરાતની ભવ્ય ગાથા ” કોલમ દ્વારા વાચકોને ગુજરાત વિશેની અદભુત અને રસપ્રદ વાતો કહેવામાં સફળ રહેશે.