હું અવારનવાર કહેતો આવ્યો છુ કે, પ્રસંગ વ્યક્તિ માટે નહિ પણ વ્યક્તિ પ્રસંગ માટે ઘડવામાં આવે છે, જેનું સાવ તાજું જ ઉદાહરણ આપણા દુબઇ માં યોજાયેલ “ગુજરાતી જલસો” હાસ્ય દરબાર ગણવો ખુબ જરૂરી છે, માણસ ના જીવન માં માતૃભૂમિ કર્મ ભૂમિ બને સહજ છે, પણ કર્મભૂમિ ઉપર માતૃભૂમિ ને લાવી ને ખડકી દેવાનું કોહિનૂર કાર્ય શ્રી ભારત ભાઈ શાહ જેવા અમુક વ્યક્તિઓ ને નિઃસ્વાર્થ મસ્તકે જ શોભે, બસ, પછી શું કર્યો અને આયોજનો થતા આવે અને જે “થતું આવે” એ સર્વે ઈશ્વર થી અલગ નથી માટે તેના સહભાગી બનેલા વ્યક્તિ ઓ પણ ઉત્તમ જ હોય છે.
“ખુદાની મહેરબાની મને ઘણી છે,
ઘણા ની મુહોબત અને લાગણી છે”
કહી પોતાની આગવી શૈલી મા શ્રી શાહબુદ્દીન ભાઈ એ કાર્યક્રમ નો શેલફ માર્યો અને ગાડી ને હાઈવે ટચ કરાવ્યો, પિતા જેમ સંતાન ને હાઈવે ટચ કરાવી ને ગાડી આપે તેમ રમૂજ નો રાજા કહેવાતા શ્રી ગુણવંત ભાઈ ચુડાસમા ના હાથે સ્ટેરીંગ દઈ દીધું, ગાડી કુવાડવા વટી ત્યાં પત્ની ના જોક્સ ચાલુ કર્યા, અરે આમને કોક કહો કે ગામ માં હો’કે ગામ બહાર પત્ની ને બધી જાણકારી હોય જ,પછી તો પેટ હતું અને પેટ ઉપર બે હાથ હતા, રંગીલા રાજકોટ થી આવેલો ગુણવંત બધા ગુણો થી સજ્જ નીકળ્યો, ચોટીલા આવ્યું ત્યાં ગુણવંત ભાઈ જ્ઞાની થયા અને કહી દીધું “મન ની પૂર્ણ પ્રસ્સન્નતા ની અવસ્થા એ હાંસ્ય ઉપજે” હાંસ્ય કલાકારો ફક્ત હાસ્ય ની તાલીમ નહિ પણ અધ્યાત્મ ની તાલીમ પણ ધરાવતા હશે તે ગુણવંત ભાઈએ સાબિત કર્યું, પણ ગાડી ને તો બરોડા પહોંચવું હતું અને વચમાં લીંબડી બાકી હતું, ઝાલાવાડ ની બોર્ડર આવતા ગુણવંત ભાઈ ડમ્મર પણ થાય એ સહજ છે, અને બરોડા પહોંચતા કળા નગરી ના સન્માન માં કોઈ ગીત પણ ગુનગુનાવે સ્વાભાવિક છે, હાંસ્ય રસ ના સર્વે ગુણો થી સંપ્પન ગુજરાતી હાંસ્ય ક્ષેત્રનો ઉગતો સૂર્ય એટલે શ્રી ગુણવંત ભાઈ ચુડાસમા, જેમનું હાસ્ય, તેઓ ઉમર જેવું યંગ અને સ્વભાવે મોજીલું.
મને થોડું એવું લાગ્યું કે આપણા ભારત દાદા ક્યાંક સાન્તાક્લોઝ તો નથી ને? થેલા માંથી હજી કેટલા Surprice કાઢશે..! હા, મિત્રો ભારત દાદા દુબઇ ના દરેક ગુજરાતી પરિવાર માટે સાન્તાક્લોઝ જ છે, પારકી ભૂમિ પર આપણા લોકો મળે નસીબ છે પણ વડીલ મળે સદનસીબ કહેવાય..! તેમણે હળવેક થી શાહબુદ્દીન ભાઈ ને કહ્યું હશે બરોડાથી શ્રી નીરવ ભાઈ મેહતા ને પણ લેતા આવજો મારે સૌરાષ્ટ્ર સાથે શુદ્ધ ગુજરાતી માં પણ હાંસ્ય ની મજા મારા દેશવાસીઓ ને કરાવી છે, શાહબુદ્દીન ભાઈ ની ગાડી બરોડા થી નીરવ ભાઈ ને પણ બેસાડતી આવી અને દુબઇ માં અમે પેહલા ક્યારેય ન સાંભળેલા હાંસ્ય સાથે મિમિક્રી ની મજા પણ આપી અને, માજા એટલે એક લાઈન માં કહું તો પબ્લિ’કે “once more ” કરાવ્યું..! એક ગળા ની અંદર એક થી વધુ સ્વરપેટી હોય શકે એવું વિચારતા કરી દેનાર શ્રી નીરવ ભાઈ મેહતા ને સાંભળવાનો લાવો પ્રથમ વખત મળ્યો. ફક્ત સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ નહિ પણ માધ્ય ગુજરાત ની શુદ્ધ ગુજરાતી માં પણ હાસ્ય ઉત્પન્ન થઇ શકે એની ભરપૂર સાબિતી આપી, નીરવભાઈ ના ઘરે થી ગાડી નીકળી, એક્સપ્રેસ હાઈવે પહોંચી.
આટલી રંગત અને મોજે મોજ વચ્ચે “ધ્યાનસ્થ ધીરુભાઈ” નું ધ્યાન તૂટ્યું અને ધીરુભાઈ ધુબાંકે ચડ્યા, ભૂગોળ ભણ્યા પછી ક્યારેય નો સાંભળ્યા હોઈ એવી ગુજરાત ની બધી નદીઓ ના નામ બોલી ગયા, ધીરુભાઈ કર્મ થી ચારણ છે માટે ધીરુભાઈ માં લોક સાહિત્ય આવે દુહો આવે અને કર્મ થી ચારણ હોવાને નાતે જ્ઞાન સૌ પહેલું…! એટલે માટે જ વિશાળ જીવન યાત્રા ને એક શેરડી ના સાંઠા સાથે સરખાવી ને કહ્યું “જીવન શેરડી ના સાંઠા જેવું છે થોડી ખાવ અને ગાંઠ આવી જાય”, કર્મ થી ચારણ એવા ધીરુભાઈ પ્રશંશા અને ઉપમા આપવામાં અવલ, તેથીજ હિમાલય જેવું વ્યક્તિત્વ ધરાવતા શ્રી શાહબદ્દીન ભાઈ ની પ્રશંશા એક વાક્ય માં કરી શક્યા “શાહબુદ્દીન ભાઈ ગલઢો પણ હાવજ(સિંહ) કહેવાય”.
શાહબુદ્દીન ભાઈ સાથે ઘણા વર્ષો થી સંબંધ એટલે નજીક થી જાણવાનો પણ લાવો મળતો રહ્યો છે, “ગુજરાતી હાસ્ય નો સંધ્યાકાળ એટલે શાહબુદ્દીન રાઠોડ” શાહબુદ્દીન ભાઈ ના હાંસ્યરસ માં પીઢતા છે, તત્કાળ બોધ છે, અને સંધ્યાકાળે પહોંચેલ હાંસ્ય માં પવિત્રતા પણ છે. ઉમર ફક્ત વ્યક્તિ ને આવે પણ શોખ ને નહિ, હાસ્ય કરાવવું શાહબુદ્દીન ભાઈ નો શોખ છે માટે તેમનું હાસ્ય આજે પણ યુવાન જ લાગે. વનેચંદ,ધીરુ,અને જેન્તીલાલ જેવા કાલ્પનિક પાત્રો ને દેશ વિદેશ ની યાત્રા શાહબુદ્દીન ભાઈએ એક ટિકિટે કરાવી છે, આજના કાર્યક્રમમા શાહબુદ્દીનભાઈ રીંગ માસ્ટરની ભૂમિકાએ છે, ગુણવંતભાઈ એ સહજ સ્વીકારી લીધું કે આજે અમારી પરીક્ષા છે, શાહબુદ્દીન સાહેબે અમને રજુ કર્યા છે એટલે સાહેબ ની આબરૂ રાખવી એ અમારી જવાબદારી છે, માટે સ્ટેજ થી ઉતરી જશું પણ કક્ષા થી નહીં.
એક સફળ કાર્યક્રમ ને ઉત્તમ લોકો વચ્ચે વગર પૈસા ની ટિકિટે મેં માણ્યો એની ઘણી ખુશી છે, અને પથિક ભાઈ દલાલ નો આભારી છુ આમને આમ વગર પૈસે ટિકિટ અપાવતા રહો.
————————————————————————–
ગુજરાતી જલસો By Krunal gadhvi