ગુજરાતની ભવ્ય ગાથા (ભાગ – ૩)

0
486

ગુજરાતની ભવ્ય ગાથા - History of Gujaratઆજે મારે લેખની શરુઆત જુદા વિષય સાથે કરવી છે. થોડા સમય પહેલા ટીવી એકટ્રેસ પ્રત્યુષા બેર્નજીએ પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી અને આપણે સતત બે દિવસ સુધી આ ઘટનાનું પોસ્ટમોર્ટમ થતું ન્યુઝ ચેનલ પર જોયુ. કહેવાય છે વાંચન એ વ્યકિતના વિચાર ઘડતર માટેનું મહત્વનું પરિબળ છે પર્ંતુ આજના ડિજિટલ યુગમાં વાંચનની જગ્યાએ આપણે સૌ સત્ય કે કાલ્પનિક ઘટનાને પડદા પર નિહાળતા થઇ ગયા છીએ.મુવી , સીરીયલ કે ન્યુઝ ચેનલમાં મહદઅંશે દેખાડવામાં આવે છે કે સફળતા જ સર્વસ્વ છે. પ્રેમ, કારર્કીદી, વ્યવસાય કે પછી આર્થિક ક્ષેત્રમાં સફળ થનાર વ્યકિત હિરો અને નિષ્ફળ જનાર વ્યકિત વિલન. અહી હિરો અને વિલનની વચ્ચે જીવનાર સામાન્ય મનુષ્યનો મહદઅંશે અભાવ હોય છે. અહી સફળતા મહત્વની છે તેની માટે અપનાવેલ માર્ગ નહી.

પડદા પરનાં આ છીછરા વિચારો આજની યુવાપેઢી પર બહુ જ ગંભીર અસર કરે છે. આજના યુવાનો જે રીયલ લાઇફમાં હિરો નથી બની શકતા તે ડ્રગ્ઝ કે વ્યસનનો સહારો લે છે અને કોઇ પ્રત્યુષા બેર્નજીની જેમ જીવન ટુંકાવે છે.આજના યુવાનોએ ચાણ્કય સિરિયલ અચૂક જોવી જોઇએ. ચાણ્કય અર્થાત ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને સૌ પ્રથમ અર્થશાસ્ત્ર. તેમના જીવન પર બનેલ ચાણ્કય સિરિયલ મનુષ્યને ખુમારીથી જીવન જીવતા શીખવે છે.તેમને વ્યકિતને સમાજમાં રહીને ઉત્તમ જીવન કેવી રીતે જીવવુ તે બહુ જ સુંદર તર્કો સાથે દર્શાવ્યુ છે. રાજા અને પ્રજાની કર્તવ્યનિષ્ઠાની વાતોના બહુ જ સુંદર વર્ણન છે. ભલે આ વાતો વર્ષો પહેલા કહેલી હોય પર્ંતુ આજના યુગમાં પણ તેના વિચારો યર્થાથ સાબિત થાય છે. દોઢસો વર્ષ પહેલા અબ્રાહમ લિંકને ગવર્મેન્ટની વ્યાખ્યા આપતા કહ્યુ હતુ કે “of the people , by the people and for the people “પરંતુ આજ વાત ૨૫૦૦ વર્ષ પહેલા ચાણ્કયએ તક્ષશિલા વિધાપીઠમાં રાજા ચંદ્રગુપ્ત મૌર્યને સંબોધીને કહી છે. ચાણ્કય દ્વારા રચિત અર્થશાસ્ત્રમાં રાજકાજ અને રાજનીતિ વિશે બહુ જ સચોટ અને સુંદર વિવરણ છે. એમાં દર્શાવેલ રાજનીતિના વર્ણન કોઇપણ શાસક માટે ઉત્તમ પથદર્શક બની શકે છે.

ચંદ્રગુપ્ત મૌર્ય કોઇપણ રાજ્ય પર વિજય મેળવી અને ત્યાં પોતાના સલાહકાર અને વંશજને નિયુક્ત કરી ત્યાં અર્થશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનુ પાલન કરવાનો આગ્રહ રાખતા અને સંપૂર્ણ મંત્રીમંડળની રચના કર્યા બાદ બીજા રાજ્ય પર વિજય મેળવવા નિકળી પડતા. આમ દરેક રાજ્યમાં તેઓ એક સમાન સમાજ વ્યવસ્થા બનાવવામાં તેઓ સફળ રહ્યા હતા. સમાજમાં નિયમોનુ સંપૂર્ણ અનુકરણ થાય તે માટે તેઓ દરેક સમાજમા છ સમિતિની રચના કરતા હતા અને આ સમિતિ સમાજના ભિન્ન ભિન્ન ક્ષેત્રો પર દેખરેખ રાખતી હતી. ઉપરાંત પુલિસ વ્યવસ્થા પણ હતી જેને રક્ષિત કહેવામા આવતા હતા.

ઇતિહાસમાં ભાગ્યે જ કોઇ એવો યુગ જોવા મળે છે જેમાં સર્વત્ર શાંતિ , ભાઇચારો અને વિકાસની વાતો જોવા મળતી હોય મૌર્ય યુગ એમા નો એક છે. ચંદ્રગુપ્ત મૌર્ય ઇ.સ.૩૨૨ થી ઇ.સ્.પૂર્વ ૨૯૮ સુધી એમ લગભગ ૨૪ વર્ષ સમગ્ર ભારત પર રાજ કર્યુ છે. ત્યારબાદ તેમના પુત્રો અને પૌત્રો એ પણ ભારત ભૂમિ પર સફળતાપૂર્વક ૧૩૭ વર્ષ સુધી રાજ્ય કર્યુ છે. ચંદ્રગુપ્ત મૌર્યના વ્ંશજે પણ ચંદ્રગુપ્તે ઘડેલ નિતિ નિયમોનુ અનુકરણ કર્યુ છે. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર સમ્રાટ અશોક ભારત વર્ષનાં સર્વ શ્રેષ્ઠ રાજા તરીકે પ્રખ્યાત છે. સમ્રાટ અશોકે કરેલ કલિંગ યુધ્ધ ઇતિહાસમાં પ્રખ્યાત છે. આ યુધ્ધ દ્વારા અશોકે મૌર્ય વંશનો પ્રસાર કર્યો છે. પરંતુ આ યુધ્ધમાં થયેલ જાનહાનિથી દુખીત અશોકે જૈન ધર્મ અપનાવી સંન્યાસ લઇ લીધો અને ત્યારબાદ તેમના પુત્ર દશરથે મૌર્ય વંશનો કારોબાર સંભાળી લીધો હતો. મૌર્ય વંશનો અંતિમ શાસક બ્રુહદ્રથ હતો. સાત વર્ષના તેમના રાજ્ય કાળ બાદ તેની હત્યા કરવામા આવી હતી અને તેની સાથે જ ૧૩૭ વર્ષના મૌર્ય વંશનો નાશ થયેલો જોવા મળે છે.

મૌર્ય વંશ ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રમાં આવેલ સુદર્શન તળાવનુ નિર્માણ કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્રમાં રહેલ ઉજ્જડ જમીનને ખેડવા લાયક બનાવી તેમા હ પાકનું વાવેતર કરાવેલુ હતુ. ત્યારબાદ તેમના પૌત્ર સમ્રાટ અશોકે ઠેર ઠેર શિલાલેખ કોતરાવ્યા હતા જેમા બ્રાહ્મી ભાષામાં તેમણે જીવનમાં પ્રેમ, કરુણા અને દયા રાખવાના ઉપદેશ લખેલા છે જેમા જુનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ બહુ જ પ્રખ્યાત છે.


Written by Jagruti Gotecha
પ્રોફેશનલી તેઓ લેબોરેટરી ટેક્નશીયન છે સાથે સાથે તેઓ બે સંતાનોના માતા હોય તેમને ઘરે રહી બાળકોના ઉછેરને પ્રાધાન્ય આપ્યુ છે. ૨૦૧૩માં યોજાયેલ યુ.એ.ઇ.સુપર મોમ સ્પર્ધમાં તેઓ તેમની સ્વરચિત કાવ્યના આધરે ફાઇનલ સુધી પહોચ્યા હતા તેમજ ૨૦૧૫માં યોજાયલ ગુજરાતી વ્કતૃત્વ સ્પર્ધામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. ગુજરાતી ભાષા પ્રત્યેની અગમ્ય રુચિના કારણે જ તેઓ આપણી સાથે જોડાયા છે અને અમને વિશ્વાસ છે કે તેઓ “ગુજરાતની ભવ્ય ગાથા ” કોલમ દ્વારા વાચકોને ગુજરાત વિશેની અદભુત અને રસપ્રદ વાતો કહેવામાં સફળ રહેશે.