ઈશ્વરનો સાક્ષાત્કાર

0
1155

સમગ્ર સૃષ્ટિ ઈશ્વર ની છે અને બંને એક બીજામાં પરોવાયેલા છે આમ ભાગવત ગીતામા કહેવાયું  છે, છતાં આપણે ઈશ્વર ના સાક્ષાત્કાર ને સદાય ઝાંખીયે છીએ.

(અર્જુન જેવા અર્જુને  પણ યોગેશ્વર શ્રી કૃષ્ણ ને ઈશ્વરીય રૂપમા અવતરવા ફરજ પાડી હોઈ તો તમે અને હું……. વાતમા કઈ નવીનતા નથી)

આધુનિક સમયે જીવનને ખુબ વ્યસ્ત અને મહત્વાકાંક્ષી બનાવ્યું હોઈ, ત્યારે ઈશ્વર નું સ્મરણ પડકાર બની રહે સહજ છે, ૨૨ થી ૨૫ હાજર વર્ષ થી પોતાની ભૂમિકા અને હોદ્દા ને સમર્પિત ઈશ્વર/પરમાત્મા એક સફળ પ્રબંધક હોઈ, ત્યારે વ્યસ્તતા તેને વારંવાર ઈશ્વરીય રૂપ માં અવતરી સમાજ ને સાબિતી આપવાની મંજૂરી ન પણ આપે…. ચલાવી લેવું..! જતું કરવું..! જેમ સમય ની વ્યસ્તતાએ ઘણી વખત ઘરમા તમને અને મને પણ માનસિક કે શારીરિક ગેર હાજર રાખ્યા છે.

આ સમયે ઈશ્વરે “નિમિત્ત” નું સર્જન કર્યું છે, ઈશ્વર છેક અંતર ની ઊંડાઈ થી કહી ગયા કે “મનુષ્યમાં સ્તિથ હું એક આત્મા છું”. “નિમિત્ત”..! ખુબ સીધી અને સરળ ભાષામા કહીયે તો “તમને અને મને અણધાર્યા સમયે અશક્યતાને આરે પોહચેલ પરિસ્થિતિ થી ઉગારનાર વ્યક્તિ” આ નિમિત્ત એક વ્યક્તિ જ છે જેની ચેતના ઈશ્વરના વિધાતાના આદેશ ને વશ બની જરૂરિયાત-મંદો ની મદદે આવે છે, જેની મદદ ને ઘણી વખત જાણ્યે-અજાણ્યે આપણે સ્વાર્થ સમજી લીધી હશે..!!

આધુનિક સમયે માણસ ને કર્મયોગી બનાવ્યો છે, સતત કર્મમા વ્યસ્ત વ્યક્તિ ઈશ્વર નું અર્પેલ વધુ એક સૂત્ર ભૂલી ગયો છે “સર્વ કર્મ સમર્પણ” પરિણામ સ્વરૂપ દુઃખ અને દુવિધા નો સ્વીકાર કરવામા તકલીફ ભોગવે છે, અને ફરી એક વખત ઈશ્વરના હોવા ની સાબિતી માંગે છે ઈશ્વરના સાક્ષાત્કાર ને ઝંખે છે અને પરિણામે ઈશ્વર પ્રગટ થાય છે, ભાવો થકી, લાગણી થકી.

ઈશ્વરના સાક્ષાત્કાર ના પ્રસંગો ડગલે ને પગલે થાય છે જે ફક્ત માણવાના હોઈ છે અનુભવવા ના હોઈ છે ઈશ્વર એ સમગ્ર સૃષ્ટિ ની રચના કરી પણ પસંદ તો સુક્ષમતા જ કરી છે,

જેમ કે! ઊંન ના દાડા થી મોજા ગુંથતી ગર્ભવતી સ્ત્રી ના હરખમા ઈશ્વર છે, ઘરમા રમતું નાનું બાળક જયારે પડી જાય અને દીવાલ  નો ખૂણો “આટલો” દૂર રહી જાય એ “આટલી” રહી જતી જગ્યામા ઈશ્વર છે, દીકરી વેળા ની ક્ષણ પેહલા અંતરમા વ્યાકુળતા અને ચેહરા પર જૂઠું સ્મિત લઇ ફરતા પિતા ની વ્યથામા ઈશ્વર છે, વૈકુંઠ ની વાટ જોતા પિતા ના ખાટલે બેસી ને ભાગવત ગીતા વાંચતા દીકરા ના ભાવમા ઈશ્વર છે, રક્ષાબંધને આવેલા બહેનના આશિષમા ઈશ્વર છે, “ક્ષણ વારમા મળતી સફળતા અને નિષ્ફળતામા ઈશ્વર છે”.

મારુ ચિંતન અને અનુભવ કહે છે કે જીવનનો કોઈ એવો પ્રસંગ કે સૃષ્ટિ નો કોઈ એવો ખૂણો નથી કે જ્યાં ઈશ્વર ન હોય, કઈ નથી તો એ આપણી દ્રષ્ટિ છે જે સમગ્રતાને પણ ઓળખી નથી શકતી.


by કૃણાલ ગઢવી