Package to Moon

0
552

મારી ઉમર ૩૧ વર્ષ છે હું મારા આયુષ્યને નથી જાણતો માટે મારી શાશ્વત કલ્પનામાં જન્મ લેનાર મારા પર–પૌત્ર ની વાતો ને છાનો–મનો અને ચકિત કાન કરી સાંભળી રહ્યો છું.

મારો પર–પૌત્ર એ કહ્યું તમે આવ્યા હોત તો ખુબ સારું હતું તમને ખુબ માજા અવત, મેં કહ્યું “બેટા મારુ મેડિકલ પાસ ન થયું ને! અહીં તમને બધા ને લાગશે વિમાનમાં જવા માટે “મેડિકલ” ચેકઅપ કરાવું પડતું હશે? ના!  અહીં મારો પર–પૌત્ર ૬–ડે ૫ નાઈટ નું પેકેજ લઈને ચંદ્ર પર ગયો હતો અને “એક ગાહડો શરદી” લઇ ને આવ્યો સાથે સાથે selfie પણ બતાવી ચશ્મા પેર્યા છે છતાં સ્પષ્ટ નથી દેખાતું ઉમર ની સાથે સાથે આંખો પણ ગઈ જેવું તેવું દેખાણું એમાં પણ ઓ‘લી “ડોશી અને બકરી” જેવું કાઈ નો દેખાણું.

મેં પૂછ્યું ઓ‘લા “નીલ આર્મ સ્ટ્રોંગ” ના પગ ના નિશાન અને અમેરિકન ફ્લેગ ના સ્મારક જોયા? આશ્ચર્ય સાથે વળતો જવાબ મળ્યો “whats that ?” વગર આશ્ચર્યે મેં પણ નક્કી કરી લીધું “વાસ્કો દ ગામા” પણ હવે ક્યાં યાદ રહ્યો હતો કે “નીલ આર્મ સ્ટ્રોંગ” યાદ હોય, વળી મારા સ્વભાવ અને કડવા અનુભવ ને યાદ કરતા પૂછ્યું “ઓવર લગેજ” તો નોતું થ્યું ને? (મને અબુધાબી એરપોર્ટ પર ઓવર લગેજ ના ૫૦૦ AED હજી ખટકતાતા) જવાબ મળ્યો લગેજ તો ક્યાં હતુજ? બાપુજી, ત્યાં તો કવર–ઓલ પહેરવા ના હોય એ પણ સ્પેસ શિપ વળાજ આપે. ઈ સાંભળતાજ મને અમારી શિપમાં કવર–ઓલ પેરી ને ૫૦ ડિગ્રીમાં મથતો મારો માનીતો માનવેશ કુમાર દેખાણો, મેં થોડું ખોચરા ભાભા ની જેમ મૂછોમાં હસવા નું ચાલુ કર્યું અને મનમાં કહ્યું તમે ભલે ચંદ્ર પર જઈ આવ્યા હોય પણ દુનિયાની સૌથી મોટી પેલી  બિલ્ડીંગ બનાવનાર દેશમાં(દુબઇ) હું પણ રહેલો છું.

દુબઇ નામ આવતા મને filli યાદ આવ્યું અને મેં પૂછી લીધું “moon” પર “filli” ની ફ્રેંચાઈઝી અપાઈ ગઈ છે?   (મને હાજી સુધી નથી મળી) છોકરાવ ને શું ખબર ઈ ઝાફરાન ચા ની માજા, ઈ તો ક્યે બાપુજી “filli” ત્યાં ન હોય, વળી મેં થોડા ગર્વ સાથે પૂછ્યું “starbucks” તો ચોક્કસ હશે? આગળ હું કઈ ન પૂછું ઈ વાત ને ધ્યાનમાં રાખી સચોટ કહ્યું “there is no human life” અમે બસ ત્યાં ગયા “selfie” લીધી અને “weather” ખુબ ઠંડુ હતું એટલે તરતજ પાછા નીકળી ગયા ૨.૫ ડે જવાના અને ૨.૫ ડે પાછા આવવાના…

અહીં ખંખોળવા જેવો કોય થેલો નો‘તો કે નો‘તો કોઈ સાંભળવા જેવો પ્રસંગ નો‘તી કોઈ ધાર્મિક સ્થળ ની વાત છતાં હરખ હતો કે છોકરો સાજો–તાજો ઘરે આવી ગયો…(શરદી છે,મટી જશે)

એક વસ્તુ જે હું સદાય વિચારતો આવું છું આજે સાર્થક થતી દેખાણી “જ્યાં માનવ જીવન છે ત્યાં અસંતોષ ભરપૂર છે” Globalization થી Planetization  સુધી પોહ્ચ્યા હવે “ગોવિંદા” ને ગહન રહેવા દેવામાં જ મજા છે.

———————————————————————————————-

કૃણાલ ગઢવી –  (ચેતના ને વંદન)

Editor
Author: Editor