પ્રગતિ નો પર્યાય DUBAI

0
857

હું તો હવે દુબઇ ના ફોટા જોઈ જોઈ ને કંટાળી ગઈ છું, ફોટામા દુબઇ એટલું જોયું કે હવે લગભગ કઈ બાકી નથી રહ્યું, એટલે હવે દુબઇ નઈ આવું, આમ બેન પ્રિયંકા એ વળતો જવાબ મારા ભાવ ભર્યા આમંત્રણ નો આપ્યો..

પણ હવે શરુ થવા નું હતું મારુ મનો–મંથન, અને હું વિચારવા બેસું એટલે વિચાર વાયુ સુધી પોચી જાવ એમ મારા wife મને હંમેશા કહે, પણ “પ્રગતિ નો પર્યાય” બનેલા દેશ નો તિરસ્કાર હું કેવીરીતે સ્વીકારી શકું? મારે મન દુબઇ ની વ્યાખ્યા એટલીજ “Dubai is one of the safest country in entire world ” આથી વિશેષ વ્યક્તિ ની કોઈ જરૂરિયાત હોવી પણ ન જોઈએ (છતાં છે) આ વ્યાખ્યા ને મેં અચૂક મારા સહ કાર્ય કર અથવા ગુજરાતી સ્વભાવ મુજબ બસ–સ્ટેન્ડ/એર પોર્ટ પર સમય પસાર કરનાર સહ મુસાફર ને ગર્વ સાથે કહી છે.

MC DONALD ના VEG COMBO જેટ્લુજ વહાલું લાગે એવું દુબઇ નું HOLIDAY COMBO PACKAGE  બીજે ક્યાંય મળશે નહીં, અહીં ઊંટ નું પર્યાય LAND CRUISER છે તો આબરા નું પર્યાય YATCH ,અહીં બસ પણ છે અને વાહલી લાગે એવી મેટ્રો રેલ પણ, રણ ની વચ્ચે ઉભો કરેલો “બિલ્ડીંગુ” નો બગીચો પ્રગતિનું પ્રતીક નહિ તો બીજું શું કહી શકાય?. પ્રજામા પોતાના દેશ પ્રત્યે છલકાતું પોતા પણું રીતસર જોઈ શકાશે, અહીં પ્રથમ પ્રજા છે પછી પ્રધાન, દેશ અને ધર્મની ધરોહર, મર્યાદા, સ્વમાન, ની જાળવણી નું સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ દુબઇ પાસે થી શીખવા જેવું ખરું..! પરદેશીઓ ની મહેમાનગતી ને નિભાવવા જતા પોતાની નૈતિકતા ને ઠેસ પોહ્ચડતા દુબઇ ક્યારેય પીછે હઠ નથી કરતુ, સમગ્ર વિશ્વમા  TOP OF THE WORLD ની ફીલિંગ અપાવનારો BURJ KHALIFA દુબઇ ને પણ ગગન ચુંબી ઊંચાઈ પર લઇ ગયો છે, અહીંની પ્રજા એટલે અમે એ વાતનું ગર્વ અનુભવીએ છીએ.

વ્યક્તિ ને લખવા માટે વિષય ની ખુબ મોટી આવશ્યકતા હોય છે અને આવશ્યકતા સાથે જયારે  વિશેષતા જોડાય પછી કલમ ની સાથે ભાવ પણ વર્ણવાય જાય, અહીં આવરેલી વિશેષતાઓ કેટલી હદે સાર્થક છે એનો નિર્ણય હું આપ વાંચક પર છોડું છું.

ચો તરફ મસ્જીદો ની અઝાન વચ્ચે કૃષ્ણ અને મહાદેવ ને સ્થાન આપી ધર્મ અને માનસિકતા ના સીમાડા ને વટાવી જઈ, માનવતા ની સાચી પરિભાષા સમજાવનાર,  અરબસ્તાન ને લાખ લાખ વંદન.”

——————————————————————————-
આભાર સાથે,
કૃણાલ ગઢવી.