(એક નવી આશા એ જન્મ લઇ લીધો હતો, જીવન નો ધ્યેય સિંગલ રોડ થી ફોર ટ્રેક high way પર આવી ગયો હતો દરેક બૉલ પર સિક્સ હતી અને દરેક કિક માં goal) ,
now ? મેં રિપ્લાય કર્યો.
સોફી મેડમ: yes …. !
see you in a while મેં જવાબ આપ્યો..
(જીવન નો અનુભવ એમ કહે છે કે wrong turn લેતા પેહલા બોર્ડ તો હંમેશા હોયજ છે પરંતુ હૃદય માં ઉપડેલઃ હરખ નું ત્વરિત મોજું મર્યાદા ની સીમા રેખા ક્યારે ઓળંગી જાય છે ખબરજ નથી રહેતી)
“મોબાઇલ ખીસાં માં સચવાય તે પેહલા સંધ્યા નો ફોન આવી ગયો,
સંધ્યા: આજ તો ખુબ બીઝી રહ્યા..!
અરે બૉલ બૉલ, થોડો કામ માં હતો મેં જવાબ આપ્યો.
સંધ્યા: સોફી મેડમ ને મળી આવજો આજે ન ભૂલશો,
હા, હા sure કરી મેં વાત પુરી કરી.”
coffee Corner ની આગળ મારી કાર પાર્ક થઇ, krish ની ગતિ થી મેં કાર અને કોફી કોર્નર વચ્ચે નું અંતર પૂરું કર્યું, દરવાજો ઓપન કરતાજ સામે હાથમાં મેનુ કાર્ડ લઇ બેઠેલી સોફી મેડમ ને જોતા ની સાથે જ હાર્ટ એ બમણી બીટ પકડી, krish ગતિમાં ધરખમ ઘટાડો આવ્યો અને speaking skills થી દરેક client ને કન્વિન્સ કરનાર હું શબ્દો ની શોધમાં નીકળી ગયો.
મારુ excuse me પૂરું થતા, મારા પર પડેલી નજરે ભૂત,ભવિષ્ય થી વંચિત કરી મને વર્તમાન માં વહી જવા ની પૂર્ણ મંજૂરી આપી.
જલ્દી આવી ગયા..!! સોફી મેડમએ કહ્યું,
અરે મોં… મોડું થયું…? મેં કહ્યું..
સોફી મેડમ: ના ના હું પણ હજી આવીજ છું..
મેં મારા અણધાર્યા ગુન્હાની માફી માંગી, i am sorry , ગઈકાલે મારો ફોન ચાલુ હતો અને હું સાવ ભૂલીજ ગયો that you were there …
સોફી મેડમ: એવું છે, સો..! આજની કોફી તમારા તરફ થી..? કહી ખડ–ખડાટ હસ્તી સોફી ને જોતા હું મંત્ર મુગ્ધ બન્યો..
(અહીં બે પ્રકાર ની વ્યક્તિ લગ્નોત્તર સંબંધો ને આધીન બને છે, એક નકારાત્મકતા થી ઘેરાયેલ અને બીજી એકલતા થી)
સોફી મેડમ: hellooooo …!! ક્યાં ખોવાઈ ગયા?
અરે nothing કહી હું જાગૃત થયો..
સોફી મેડમ: આજે ઘરે ગયા હતા? કઈ અર્જન્ટ હતું?
ya ya ૐ બીમાર છે અને તે આ એન્યુઅલ ફંકશનમાં પર્ફોર્મ નહિ કરી શકે, સંધ્યા ખુબ worry છે ૐ ની હેલ્થ ને લઇ ને મેં કહ્યું.
સોફી મેડમ: હું કાલે કઈ સેટ કરી ને કહું છું..!
thanks a lot ….!! મેં કહ્યું.
(મારી ઈચ્છા અને વાસના બંને પોતાનું કામ પૂર્ણ જવાબદારી પૂર્વક કરી રહી હતી)
સમય ને લંબાવનાર યુક્તિ મારે હાથ હતી, કપ જાદુ નો પિટારો હોઈ તેમ કોફી તેમાંથી ખુટતીજ નહતી.
મારા શરીરની સંપૂર્ણ તાકાત મેં મારા મગજ પર એકઠી કરી ” તમે એકલાજ રહો છો?” વાક્ય ને ધક્કો
દીધો.
કેમ? સોફી મેડમે જવાબ આપ્યો.
એતો તમારા ઘરે લોક હતું સો.. મને થયું કે એકલાજ રહેતા હશો.
સોફી મેડમ: હાલ એકલી છું ! મારા હસબન્ડ બિઝનેસ ટ્રીપ પર છે.
ઓહ્હ..!
મારી દાનત અને મારા પરિવાર વચ્ચે દ્વન્દવઃ માં દાનત ની જીત નું પલડું ભારે થયું, મોકળું મેદાન હતું અને સમય ની કોઈ મર્યાદા ન હતી કોફી ને હવે કપમાં રેહવાની જરૂર ન રહી.
if you dont mind હું આપને ઘરે drop કરી જઈશ.
સોફી મેડમ: thank you for that .. મારુ Activa ખરાબ છે, આજે સમય મળ્યો માટે repair માટે આપ્યું છે.
સોફી મેડમ ને ડ્રોપ કરી, મારા મકાનમાં દાખલ થતા ની સાથે……. અણધારી sms tone એ મને વ્યાકુળ બનાવ્યો, સોફી મેડમના sms થી ખીલેલા મારા ચેહરા ને નોર્મલ બનાવવા માટે Wash-Room થી ઉત્તમ બીજું કોઈ સ્થાન મને ના જણાયું.
ઘરમાં શંકા સ્પદ વાતાવરણ નો જન્મદાતા હું બનવા જઈ રહ્યો હતો.
સોફી મેડમ નો sms : BTW થૅન્ક્સ ફોર ઘી કોફી..!!
😉 you are always welcom .. and next time on you :p કહી મેં ભવિષ્ય ની મિટિંગ પણ ફિક્સ કરી.
સોફી મેડમ: :p !! reached home ??
ya … 🙁 મેં રિપ્લાય કર્યો.
carry on … talk to you tomorrow ( સાથે મારા ભાવો ને ઓળખી ગયા ની ખાતરી આપી.)
(માનસિક પરિસ્થિતિ સાથે પારિવારિક પરિસ્થિતિ બદલાવ ની શરૂઆત હવે દૂર નહતી)
_____________________________ (વધુ આવતા અંકે) _______________________
લેખકઃ કૃણાલ ગઢવી