સ્તબ્ધ (એક નવી શરૂઆત) Part 1

0
496

Hi I  am દર્શન, દર્શન દેવ… હું એક NGO સાથે કાર્યરત કરું છું, અમે ફક્ત આર્થિક મદદ કે જરૂરી ઉપકરણો ની મદદ માં નથી માનતા, લોકો ને મનોબળ, વૈચારિક શુદ્ધિ અને કલેશ મુક્ત જીવન માટે નું માર્ગદર્શન પૂરું પાડવા માટેના સેમિનાર પણ યોજીએ છીએ, અહીં કોઈ મહિલા કોઈ પુરુષ કે બાળક ને કેન્દ્ર માં નથી રખાયા, જીવન ને જટિલ અને ગૂંચવણ ભર્યું બનાવનાર અયોગ્યતા ની પુરી સમજણ આપવાનો પ્રયાસ જ મુખ્ય છે જે થકી જીવનને અલગ અલગ તબ્બકાઓ પર સરળતાથી જીવી જવાની પ્રેરણા પુરી પડે, આજે “પ્રેસિડેન્ટ સોસાયટીમાં” અર્ધ જાગૃત લગ્ન જીવન થી જન્મ લેતા લગ્નોત્તર સંબંધ ને અનુરૂપ એક અનુભવ લઇ ને અમારી ટીમ આવી છે.

જીવન ની શરૂઆત હંમેશા સરળ જ હોઈ છે પાત્રો પણ પસંદગીના જ હોઈ છે, છતાં પ્રશ્નો ક્યાં ઉદ્દભવે છે અને એનો યોગ્ય ઉકેલ આપણે કેવી રીતે મેળવીયે તે અહીં જણાવવા નો પ્રયાસ થયો છે.

*********

“નિર્ણયો થી વ્યવહારિક, આર્થિક, સામાજિક જેવી પરિસ્થિતિઓ બદલે છે, અને સ્તબ્ધતા બાદ સમગ્ર જીવન.”

સંધ્યા (મારી વાઈફ) હાર્ટ ની બીમારી થી ખુબ ડરે છે EVERY SIX MONTH ફુલ બોડી ચેકઅપ અમારે ચાલતું જ રહે મારુ રિસેન્ટલી જ થયું બધું નોર્મલ હતું પણ હવે ખબર નહિ શું થશે……? આજે નેગેટિવિટી ઘણી ફેલાઈ ગઈ છે, ગૌરવના લગ્નોત્તર સંબંધની વાત સાંભળતા, સંધ્યા નું રીએકશન આજે સુવા નહિ દે..

અમારા લગ્ન ને ૭ વર્ષ થઇ ગયા છતાં આજે પણ જમવાનું મારી ચોઈસનુ જ બને છે, અહીંયા મારી દાદાગીરી નહિ પણ સંધ્યા લગ્ન ના ૭ વર્ષ પછી પણ એટલોજ પ્રેમ કરે છે એની સાબિતી છે, ઘણી જગ્યા એ પ્રેમ i love you કહેવા ના ભાવ પરથી સાબિત થતો હોઈ છે અમારે ત્યાં કઈ ડીશ બની છે એ પર થી સાબિત થાય છે, મેં પણ ક્યારેય i Love you ની practice નથી કરી બસ દરેક online shopping માટે OTP નંબર sms કરી દઉં દિવસમાં જેટલી બી વખત મળે તેટલી વખત.

“જીવન ખુબ વ્યાકુળ બની જાય છે જયારે પ્રેમ એક ધારા થી ચાલ્યો આવે,” તેમાં ઘણી વખત પ્રેમ નું કેન્દ્ર બિંદુ પણ બદલાવું પડે, કારણ ! સતત ચાલ્યા આવતા પ્રેમ ના in – put ને out – put પણ જોઈએ જે એક પુરુષ માટે ઘણી વખત difficult થય જાય છે ખાસ કરી ને જયારે marketing field માં હોય, આવા સમયે પ્રેમ નું બિંદુ બદલવું પડતું હોય છે જેમ કે મેં અને સંધ્યા એ ૐ ના જન્મ પછી અમારા પ્રેમ નું મધ્ય બિંદુ ૐ ને જ બનાવી દીધો, સંધ્યા હંમેશા કહે આજ–કાલ ઘરગૃહસ્થી બરોબર ત્યારેજ ચાલે જયારે કોઈ અન્યના interfere ને આપણા જીવન માં enter જ ના થવા દઈએ (ખોટું પણ નથી). સમય પ્રમાણે પરિસ્થિતિ, જરૂરિયાત અને વિચાર શરણી બધું બદલતું આવે છે (જેમ અમારા પ્રેમ નું કેન્દ્ર બદલાયું) તો adjust કરવું થોડું difficult થઇ જાય છે.

marketing field પકડ્યા પછી આ વાત લાગે પણ સાચી, ઘણા client ને મળવાનું થાય જેમાં અલગ અલગ ડીલ કરવું પડે અને ડીલ પછી તેઓ ની mentality ની gossips નો જે આનંદ છે તે જ stress હળવું કરી દે અને અમુક તો colleague ના ” third class joke ” જેમાં mostly, women જ આકર્ષણ નું કેન્દ્ર હોય, આ બધી gossips ઘરે તો repeat કરવાની જ, જે વળી નેગેટિવ વાતાવરણ ઉભું કરે જે ને સંભાળવા હજુ સુધી હું અસમર્થ છું, ક્યારેક “નેગેટિવિટી નો ઓવર ડોઝ ઊંઘ માં પણ નેગેટિવિટી ફેલાવે અને વિચાર વાયુ બની જાય છે,” જે સવારે office માટે મોડું કરાવે, જેનાથી ૐ ને પણ લેટ થાય અને સોફી મેડમ (ૐ ની ક્લાસ ટીચર) પણ મનેજ જવાબદાર ગણે અને કહે ફંકશન (ૐ ની સ્કૂલ નું એંન્યુઅલ ફંકશન છે next વીક) ના દિવસે મોડું ન કરતા..! ડાંન્સમાં ૐ નું ગ્રુપ સૌ પહેલું છે, જેને હું હસ્તે હસ્તે સમજાવી દઉં અને એ પણ નકારી ના શકે.

માર્ચ month ની ભર–પૂર ગરમી ને કારણે ૐ ને તાવ ની અસર લાગી, અને આગળ કહ્યું તેમ સંધ્યા તો ખુબ હેલ્થ માટે worried હોય.

મને કહ્યું, ઓફિસે થી થોડા જલ્દી નીકળી શકો તો સારું, ૐ ની સ્કૂલ જઈ સોફી મેડમ પાસે એક બે દિવસ ની રજા ની વ્યવસ્થા કરી આવજો, ફોન પર રજા ની વાત કરશું તો યોગ્ય નહિ લાગે, મારે આ situation (તાવ) માં ૐ ને ડાન્સ નથી જ કરાવવો આવતા વર્ષે જોશુ..! હેલ્થ ની વાત આવે એટલે argument માં સંધ્યાજ જીતે એટલે મેં ok થી વિશેષ કઈ કહ્યું જ નહિ અને ૨–૩ client skip કરી સમય ને ધ્યાનમાં રાખી નીકળી ગયો.

સોફી મેડમ ક્લાસ રૂમ માં બીઝી હતા એટલે રાહ જોવી પડી, ઓફિસ ના ફોન કોલ કોઈને Distrub ન કરે માટે મેં કારમાં જ બેસવાનું પસંદ કર્યું, લાસ્ટ પિરિયડ પૂરો કરી તેઓ ને સ્ટાફ રૂમ તરફ જતા જોયા અમુક મિનિટ વીતી પણ હજી બહાર ન આવ્યા, કાર લોક કરી મેં સ્ટાફ રૂમ તરફ ચાલવાનું શરુ કર્યું અને સોફી મેડમે સ્ટાફ રૂમ થી એક્ઝીટ લીધી (હજી મોબાઈલમાં જ હતા) મેં મજાકમાં કહ્યું મેડમ સ્ટાફ રૂમમાં જ રોકાઈ ગયા? અરે, એ તો સ્કૂલ પુરી થઇ એટલે પેન્ડિંગ મેસેજીસ etc you know all these ? મેડમે જવાબ આપ્યો, ya ya …. આપ ઘર તરફ જાઓ છો? મેં પૂછ્યું.

સોફી મેડમ: હા..

ચાલો હું આપને ડ્રોપ કરી દઉં મેં કહ્યું

સોફી મેડમ: are you sure ?

જો આપ નજીક માં રહેતા હો તો (મેં મજાક કરી લીધી)

સોફી મેડમ: રોયલ રેસિડેંસી

નો પ્રોબ, રોયલ રેસિડેંસી? કયા બ્લોક માં?

જવાબ મળે તે પેહલા મને કોઈ ફોન આવ્યો અને રોયલ રેસિડેંસી ક્યારે આવી ગયું ખબર ન રહી, સોફી મેડમ thanks કહી ને ઉતરી ગયા અને મેં Hold on (ફોન પર) you most welcome મેડમ કહી ડ્રાઈવ કન્ટિન્યુ કરી ઘર પોહચી ૐ ને વહાલો કર્યો અને ઊંડા નિસાસા સાથે ohhh shitttt કરી ખડ–ખડાટ હસવાનું ચાલુ કર્યું.

સંધ્યા: વાંધો નઈ હવે કાલ જઈ આવજો (બે વ્યક્તિ વચ્ચે UNDERSTANDING હોય ત્યારે આવું બનતું રહે)

_____________________________ (વધુ આવતા અંકે)  _______________________
લેખકઃ  કૃણાલ ગઢવી