ઈદ અલ અધા 2023: અબુ ધાબી અને દુબઈમાં આતશબાજી ક્યાં જોવી

0
652
દર વખતની જેમ આ વખતે પણ યુએઈ માં ઈદ અલ આધાની ઉજવણે ખુબ જ જોરશોરથી થઈ રહે છે, જો તમે દુબઈ અથવા અબુધાબીમાં રહેતા હોવ અથવા મીની વેકેશન માટે અહિંયા આવેલ હો તો, ઈદની ઉજવણીને વધુ શાનદાર માટે નીચે આપેલ કેટલાક સ્થળોની મુલાકાત લેવી જરુરી બની રહેશે. જ્યાં દર વખતની જેમ એક અનેરા ઉત્સાહ સાથે ફાયરવોર્ક્સ એટલે કે ફટાકડાની આતીશબાજીના પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે ખુબજ આપની મુલાકાતને ખુબ જ યાદગાર બનાવશે, તો ચાલો જોઈએ આ સ્થળોની યાદી અને આ વખતે ઈદની ઉજવણી ક્યાં કરી શકાય છે.

દુબઈ ફેસ્ટિવલ સિટી મોલ

આ મોલના ફેસ્ટિવલ દરમીયાન ગુરુવારે રાત્રે 9 વાગ્યે ફટાકડાનો શો રજૂ કરવામાં આવશે. ચોક્કસ સમયની પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ તમે વોટરફ્રન્ટ એરેના પર પથરાયેલા ઘણા રેસ્ટોરન્ટ્સમાંથી એકમાં બુકીંગ કરાવી અથવા કોઈ સરસ જગ્યા પકડીને દુરથી પણ આ શો ને માણી શકો છો. જ્યાં એક વિશાળ સ્ક્રીન પણ રાખેલ છે જેમાં લાઈવ કવરેજ જોઈ શકાશે ઉપરાંત ત્યાંનો ખુબ જ સુંદર અને એવાર્ડ વિનીંગ ફાઉંટન શો, લેસર અને સાઉંડ શો પણ માણી શકાશે જે દરરોજ સૂર્યાસ્ત પછી દૈનિક શો કરે છે.

લપિતા હોટેલ, દુબઈ

દુબઈ પાર્ક્સ અને રિસોર્ટ્સમાં પોલિનેશિયન થીમ આધારિત આ હોટેલમાં મંગળવારથી શનિવાર સુધી દરરોજ રાત્રે 9 વાગ્યે ફટાકડાનો શો થશે. લપીતા હોટલમાં કિડ્સ-ગો-ફ્રી ઑફર પણ છે, જેના દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો એમના માતા-પિતા ના હોટલ બુકીંગમાં એમની સાથે મફતમાં રહી શકે છે અને ભોજન કરી શકે છે. યુવા વયના બાળાકો આવતા અઠવાડિયે શુક્રવાર અને શનિવારે અમીરાતી એનિમેટેડ શ્રેણી શાબીઅત અલ કાર્ટૂનના પાત્રો સાથે મીટ-એન્ડ-ગ્રીટ પ્રોગ્રામ અંતર્ગત હોટેલના સ્મર્ફ માસ્કોટ્સ સાથે દૈનિક ક્રિયાપ્રતિક્રિયાનો આનંદ માણી શકે છે.

યાસ બે, અબુ ધાબી

આબુધાબીનુ પ્રખ્યાત એવુ યાસ આઇલેન્ડ પણ આવતા બુધવાર, ગુરુવાર અને શુક્રવારે રાત્રે 9 વાગ્યે સરસ મજાના એક ફટાકડા શોનું આયોજન કરેલ છે. જેને વોટરફ્રન્ટ ડેસ્ટિનેશનના વોકવે પરથી અથવા આસપાસની ઘણી રેસ્ટોરાંમાંથી પણ જોઈ શકાય છે.

અલ હુદયરિયાત આઇલેન્ડ, અબુ ધાબી

લેઝર, ફિટનેસ અને એન્ટરટેઈનમેન્ટ હબ તરીકે જાણીતા આ આઈલેંડ પર ગુરુવારે રાત્રે 9 વાગ્યે તેના ફટાકડા શોનું આયોજન કરશે. જેને 3,000-હેક્ટર ટાપુના માર્સાના વિસ્તારમાંથી જોઈ શકાય છે. આ ટાપુના ડેવલપર્સ મોડોન પ્રોપર્ટીઝે તાજેતરમાં ટાપુ માટે નવા આકર્ષણોની જાહેરાત કરી છે, જેમાં પહેલેથી જ ઓબ્સ્ટેકલ અને બાઇક પાર્ક છે, ઉપરાંત ટ્રેઇલ X અને સર્કિટ X જેવા આકર્ષણ પણ રહેશે, આ ઉપ્રાંત બીજા પણ ધણા નવા સ્થળોમાં આનો સમાવેશ થશે જેમ કે સર્ફ અબુ ધાબી, વેલોડ્રોમ અબુ ધાબી અને અમીરાતનો સૌથી મોટો શહેરી ઉદ્યાન.

અબુ ધાબી કોર્નિશ

લાંબી પરંપરાને ચાલુ રાખીને, મુલાકાતીઓ અબુ ધાબી કોર્નિશ પર લાઇટ શોનો આનંદ માણી શકે છે જેનો વોટરફ્રન્ટ એરીયા લગભગ 8 કિમી સુધી લંબાય છે. નેશન ટાવર્સમાં રેસ્ટોરન્ટ્સ પણ છે જે ભવ્યતાના આદર્શ દૃશ્યો પ્રદાન કરે છે. અમીરાત પેલેસમાં પણ આતશબાજીનો ભવ્ય નજારો જોવા મળશે.

હઝા બિન ઝાયેદ સ્ટેડિયમ

ઈદની ઉજવણીના પ્રસંગ માટે ફટાકડા ની આતીશબાજી જોવા માટે અલ આઈનના રહેવાસીઓ બહુહેતુક સ્ટેડિયમ તરફ પણ જઈ શકે છે – જેમાં 25,000 બેઠકો છે જે અલ આઈન એફસીનું ઘર તરીકે જાણીતુ છે.

મદિનાત ઝાયેદ પબ્લિક પાર્ક

અબુ ધાબીના પશ્ચિમી અલ દફ્રાહ પ્રદેશમાં રહેતા લોકો આ વિશાળ પાર્કમાં ઈદ અલ અધા માટે ભવ્ય અને ચમકતા લાઈટ શોનો આનંદ માણવા માટે મદિનાત ઝાયેદ પબ્લિક પાર્કની મુલાકાત લઈ શકે છે.

અલ મુગેઇરાહ બીચ

અલ ધફ્રામાં અલ મુગેઇરાહ ખાડીમાં ફટાકડાની ઝાકઝમાળ સાથે ઈદ-થીમ આધારિત ઉજવણી કરવામાં આવશે. અબુ ધાબીના આ લોકપ્રિય સ્થળે સંગીત, રંગબેરંગી પરેડ અને LED શો રજુ કરવામાં આવશે, તાજેતર માં આ બીચ પર ઈદ એન્ટરટેઈનમેન્ટ ઝોનની સ્થાપના કરવામાં આવી છે જેના અંતર્ગત આ બધા પ્રોગ્રામ્સ રજુ કરવામાં આવશે.

If you are spending the Eid Al Adha holiday in the UAE, there are several spectacular spots you can visit to enhance your celebrations. Here are some recommendations:

Dubai Festival City Mall:
Visit Festival Bay at the mall, where a fireworks display is scheduled for Thursday at 9pm. While waiting, you can explore the waterfront arena and enjoy a meal at one of the many restaurants. Festival Bay is also home to Imagine, an award-winning fountain, laser, and sound projection show that takes place daily after sunset.

Lapita Hotel, Dubai:
Located at Dubai Parks and Resorts, Lapita Hotel offers a Polynesian-themed experience. They will have a fireworks show every day from Tuesday to Saturday at 9pm. Additionally, Lapita has a special offer where children under 12 can stay and dine for free when accompanied by a paying adult. Kids can also meet characters from the Emirati animated series Shaabiat Al Cartoon on Friday and Saturday, as well as interact with the hotel’s Smurf mascots.

Yas Bay, Abu Dhabi:
Head to Yas Bay on Yas Island, where fireworks shows are scheduled for Wednesday, Thursday, and Friday at 9pm. You can enjoy the fireworks from the waterfront walkway or choose one of the surrounding restaurants for a great view.

Al Hudayriyat Island, Abu Dhabi:
Al Hudayriyat Island, a hub for leisure, fitness, and entertainment, will host its fireworks show on Thursday at 9pm. The fireworks can be viewed from the Marsana area, which is part of the island’s 3,000-hectare space. Modon Properties has recently announced new attractions for the island, including Surf Abu Dhabi, Velodrome Abu Dhabi, and the largest urban park in the emirate.

Abu Dhabi Corniche:
Experience the long-standing tradition of the light show along the 8km stretch of Abu Dhabi Corniche, which runs along the waterfront. Nation Towers’ restaurants offer ideal vantage points to enjoy the spectacle, and Emirates Palace also provides a splendid view of the fireworks.

Hazza Bin Zayed Stadium:
For residents in Al Ain, Hazza Bin Zayed Stadium, a multi-purpose stadium with a seating capacity of 25,000 and home to Al Ain FC, will host fireworks for the occasion.

Madinat Zayed Public Park:
In Abu Dhabi’s western Al Dafrah region, you can visit Madinat Zayed Public Park, which will feature a dazzling light show for Eid Al Adha. The spacious park provides a great setting to enjoy the festivities.

Al Mugheirah Beach:
Al Mugheirah Bay in Al Dhafra will offer Eid-themed festivities along with stunning fireworks. The popular Abu Dhabi venue has created an Eid Entertainment Zone complete with music, colorful parades, and LED shows.

These are some of the locations where you can watch fireworks and enjoy the celebrations during Eid Al Adha in Abu Dhabi and Dubai.