સોમનાથ મંદિરનો ઉલ્લેખ પૌરાણિક અને પ્રાગૈતિહાસિક યુગમાં પણ જોવા મળે છે આથી સોમનાથ મંદિરમાં સ્થિત પ્રથમ જ્યોર્તિલીંગના ઉદભવનો ચોક્કસ સમય આપણને નથી મળતો. કહેવાય છે કે ચંદ્રદેવનાં લગ્ન દક્ષ પ્રજાપતિની સત્ત્યાવીસ નક્ષત્ર કન્યાઓ સાથે થયા પણ ચંદ્રને વિશેષ સ્નેહ રોહિણી માટે હતો. પ્રેમથી વંચિત રહેલી નક્ષત્ર કન્યાઓએ પિતાને ફરિયાદ કરી અને ગુસ્સે થયેલા દક્ષ પ્રજાપતિએ ચંદ્રને ક્ષયનો શ્રાપ આપ્યો. શ્રાપના નિવારણ માટે ચંદ્રએ શિવલીંગની સ્થાપના કરી અને ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવજીએ પ્રસન્ન થઇ અને ચંદ્રના શ્રાપનુ નિવારણ કર્યુ અને શિવલીંગની પ્રથમ જ્યોર્તિલિંગ તરીકે સ્થાપના કરી. ત્યારથી ભગવાન શિવ અહી બિરાજમાન થયાં. આ પરંપરા અનુસાર આ સ્થળ આસ્થાનું મંદિર બન્યું. સોમનાથ મંદિર એ કદાચ એક માત્ર એવું ધાર્મિક સ્થળ છે જેને દરેક યુગમાં સર્જન અને સંહાર બંન્ને જોયા છે. દરેક યુગમાં સોમનાથ મંદિર સાથે અનેક કથાઓ જોડાયેલી છે. સોમનાથ મંદિરને સુવર્ણ મંદિર તરીકેની ઓળખ સોલંકી યુગમાં મળેલી જોવા મળે છે. સોલંકી રાજાઓ શિવ ભક્ત હતાં. તેમના સમયમાં પ્રભાસ પાટણ સફળતાના શિખરે પહોચ્યું હતું. આ ક્ષેત્ર વેપાર વાણિજ્યનું મુખ્ય મથક બન્યુ હતુ. શ્રધ્ધાળુઓ પાસેથી આવતી દાનની રકમ તથા સોલંકી રાજાઓએ પોતાના ખર્ચે સોમનાથ મંદિરમાં લગભાગ ૧૫૬ જેટલા સ્તંભમાં સોના, મોતી તથા હીરા જડાવ્યા હતાં. સોના , મોતી અને હીરાથી ઝગમગાતા સોમનાથ મંદિરની આભા જોઇ મહૂમદ ગઝની ચકિત થઇ ગયો. સોમનાથનો કિલ્લો આલીશાન હતો.લોકો કિલ્લો બંધ કરીને લડવાની તૈયારી કરવા લાગ્યા. વિધર્મીઓની આ પહેલી ચઢાઇ હતી. પહેલા દિવસની લડાઇમાં ઘણા મુસલમાન માર્યા ગયા. બીજે દિવસે કોટ ઉપર ચઢવાના પ્રયત્નમાં પણ તેઓ ન ફાવ્યા. મહૂમદ જાણતો હતો કે તેને અહી કોઇ જગ્યાએથી મદદ મળવાની નથી જ્યારે સોમનાથના લડવૈયાને ચારેબાજુથી મદદ મળી રહેશે. ભીમદેવ પણ શાંત બેઠો નહોતો. તે સૈન્ય એકત્ર કરી રહ્યો હતો ત્યારે મહૂમદ જેમ બને તેમ ઝડપથી લઢાઇનો અંત લાવવા માંગતો હતો. એનું મઝહબી લશ્કર મરણીયું થઇ લડતું હતું. મહૂમદે તેના લશ્કરના નાના નાના ભાગ કરીને એક ટુકડીને કિલ્લાની આગળની તરફ મોકલી અને અન્ય ટુકડીઓને અલગ અલગ દિશામાં મોકલી અને પોતે ભીમદેવ જે દિશા તરફથી આવી રહ્યો હતો તે તરફ ગયો. આ રણનિતીને કારણે હિંદુરાજાઓને એકત્ર થવાની તક ના મળી. ભીમદેવ સાથે ખુનખાર લડાઇ થઇ જેમા બન્ને પક્ષે મોટી નોકશાની થઇ. અંતે ભીમદેવ હાર્યો. મહૂમદ રહેલા થોડાક સૈનિકો સાથે સોમનાથના કિલ્લા પાસે પહોચ્યોં. મહૂમદ તેના સૈન્ય સાથે મંદિરમાં ગયો. તેણે શિવલીંગને ગદાથી તોડી નાખ્યું અને તેના ટુકડા તે તેની સાથે ગઝની લઇ ગયો. સોમનાથના પુજારીઓએ મહૂમદને ઘણો સમજાવ્યો અને મૂર્તિનું ખંડન ન કરવા કહ્યું પરંતુ મહૂમદ ના માન્યો.
મહૂમદે અઢળક ખજાનો લૂંટ્યો. હવે તેને આ ખજાનો લઇ ગઝની પહોચવાનું હતું અને તેના અનેક...
બીજા દિવસે મારુ schedule થોડું બીઝી હતું માટે હું સવારે જ સ્કૂલ ગયો, સોફી મેડમ ગેર–હાજર હોવા થી ગૌરવ ને ફોન કર્યો, તું સોફી મેડમ ને ઓળખે છે ડિવાઇન સ્કૂલ માં જોબ કરે છે.
ગૌરવ: (નખરા સાથે) સુ વાત છે……? મેં કહ્યું, કેમ?
ગૌરવ: કઈ નહિ, શું કામ છે બોલ,
એ પણ રોયલ રેસિડેંસી માં રહે છે, મને એમનો બ્લોક નંબર આપ.
ગૌરવ: હા હા હા… બ્લોક – ૪ એપાર્ટમેન્ટ નંબર નથી,
મેં માંગ્યો પણ નથી, મેં ફોન મુક્યો.
Excusme સર,સોફી મેડમ નો એપાર્ટમેન્ટ નંબર શું છે?
૩૦૪.
ok, thanks a lot કહી મેં લિફ્ટ પકડી, ૩૦૪ પર તાળું લટકતું જોઈ સમજાયું કે સ્કૂલમાં ગેરહાજર છે So, બહાર ગયા હશે. મેં તેમને text msg કરવા નું યોગ્ય સમજ્યું, Hello સોફી મેડમ, I am ૐ“S father , is it a right time to talk with you ? અને હું ઓફિસ પોહચી ગયો, ઑફિસ પોહચી જોયું સોફી મેડમ નો sms આવેલો,
do you have time...
“ગુજરાતની ભવ્ય ગાથા” કોલમને ટૂંક સમય માટે વિરામ આપવો પડ્યો તે બદલ સર્વે વાચક મિત્રોની હું ક્ષમાં ચાહુ છુ. ગુજરાત અને ગુજરાતીઓની વિશેષતાઓની વાતો કરવી અને વાંચવી મને બહુ જ ગમે છે પરંતુ આજની પેઢી જ્યારે માતૃભાષાથી વિમુખ થઇ રહી છે ત્યારે મને એ વાતનુ દુ:ખ પણ છે કે આ કોલમ દ્વારા હું આજના નવયુવાનોને ગુજરાતના ભવ્ય ઇતિહાસની વાતો નહી કરી શકુ.
૧ મે ૧૯૬૦ના ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ આ માત્ર સ્વતંત્ર રાજ્ય તરીકેની સ્થાપનાની વાત છે. ગુજરાતનો ઇતિહાસ બહુ જ પ્રાચીન અને ભવ્ય છે. આગળના લેખોમાં આપણે આ વિષે જાણી ચૂકયા છીએ. પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ એ ગુજરાતનુ આભૂષણ છે. ગુજરાતીઓની આસ્થાના પરમ ધામ સોમનાથ પર મહૂમદ ગઝનીની ચઢાઇ એ ગુજરાતની કરુણાસભર ઘટનાને સાંભળતા આજે પણ આપણા રૂવાડાં ઉભા થઇ જાય છે.
મહમદ ગઝની સંપૂર્ણ તૈયારી અને બુધ્ધિપૂર્વકની યોજનાથી ત્રીસ હજાર સૈનિકો અને ચોપન હજાર પગારદાર લશ્કર લઇને સપ્ટેમ્બર ૧૦૨૪ના ગઝનીથી નીકળ્યો અને ફરતાં ફરતાં મુલતાન આવ્યો. રસ્તાની તપાસતો એણે પહેલેથી કરી હતી.પાણી માટે વીસથી ત્રીસ હજાર ઊંટ લીધા હતાં અને તેના ઉપર ખોરાક પણ રાખ્યો હતો. મુલતાનથી ત્રણસો માઇલનું રણ વટાવીને બિકાનેર અને જેસલમેરને રસ્તે અજમેર આવ્યો. મહૂમદ ગઝનીએ આ પહેલા માત્ર સોમનાથની ભવ્યતાની વાતો જ સાંભળી હતી અને આ વાતો પરથી તેને સોમનાથ...
માણસ માત્ર અને માત્ર સંબંધોના આધારે જીવે છે. સંબંધો દરેકના જીવનમાં એક મહત્વની ભૂમિકા બજાવતા હોય છે. બાલ્યાવસ્થામાં મા-બાપ પર અવલંબિત હોય છે. મા-બાપ જ...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ભારતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક, જે આગામી વર્ષમાં અબુ ધાબીમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે તૈયાર છે. નવું કેમ્પસ...